News of Saturday, 28th February 2026
વડતાલ સ્વામિનારાયણ મંદિરના પાર્ષદ મયુરભગતની ધોરાજીના નાની મારડ પાસે દારૂ પીધેલ હાલતમાં ધરપકડ
ધોરાજી પોલીસે કારમાંથી એક દારૂની ખાલી અને ભરેલી બોટલ ઝડપી

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી તા.૨૮: ધોરાજી તાલુકાની પાટણવાવ પોલીસ સ્ટેશન દ્વારા પેટ્રોલિંગમાં હતા ત્યારે ધોરાજીના નાની મારડ ગામ બસ સ્ટેન્ડ નજીક વાહન ચેકિંગ કરતા કેપરી ટીશર્ટ પહેરેલી હાલતમાં અને નશામાં ધ્રુત શંકાસ્પદ હાલતમાં જોવા મળતા પોલીસે ગાડી રોકીને ચેક કરતા એક ખાલી બોટલ તેમજ એક ઇંગ્લિશની ભરેલી બોટલ સાથે ઝડપાઈ ગયા હતા જ્યારે તેમની પૂછપરછ કરતા વડતાલ સ્વામિનારાયણ મંદિરના સાધુ પારસદ મયુર ભગત હોવાનું જણાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
પાટણવાવ પોલીસ સ્ટેશન દ્વારા નાઈટ પેટ્રોલિંગ ચાલુ હતું ત્યારે પાટણવાવ ધોરાજી વચ્ચે આવેલ નાની મારડ ગામ નજીક શંકાસ્પદ વાહનો ચેક કરતા નાની મારડ ગામમાં આવતાં જા હેર રોડ ઉપર બસ સ્ટેન્ડ પાસે એક શંકાસ્પદ વ્યક્તિ પોતાના કબ્જા હેઠળની ફોરવ્હીલ ગાડી આમથી તેમ, આડી-અવળી, સર્પાકાર રીતે ચલાવી લઇ આવતો હોઇ જેથી આપ સા.એ ફોરવ્હીલ ઊભી રખાવી જોતા સદર ફોરવ્હીલનો ચાલક નશા માં જણાઇ આવતાં નજીકમાંથી બે પંચોના માણસોને બોલાવી પંચો રૂબરૂ આ ફોરવ્હીલ ચાલકનું નામ-ઠામ પુછતાં તેણે પોતાનું નામ તોતડાતી જીભે પાર્ષદ મયુરભગત ગુરુસ્વમીધર્મપ્રસાદજી વિજયપ્રકાશદાસજી હરીજીવનદાસજી મૂળ નામ પાર્ષદ પરેશભાઈ ત્રિવેદી ઉ.વ ૩૯ રહે સ્વામીનારાયણ મંદિર વડતાલ જી, ખેડા મૂળ રહે. નાના સમઢીયાળા તા. ઉના જી.ગીર સોમનાથ વાળો હોવાનું જણાવેલ હતું.
પાર્ષદ મયુરભગત ગુરુસ્વમી ધર્મપ્રસાદજી વિજયપ્રકાશદાસજી હરીજીવનદાસજી મૂળ નામ પાર્ષદ પરેશભાઈ ત્રિવેદી ઉ.વ ૩૯ રહે સ્વામીનારાયણ મંદિર વડતાલ જી, ખેડા મૂળ રહે. નાના સમઢીયાળા તા. ઉના જી.ગીર સોમ નાથ વાળો પોતાના કબ્જા હેઠળની ફોરવ્હીલ મારુતી કંપનીની બલેનો રજી નંબર જી.જે ૦૭-ડી.જી. ૬૭૧૦ માં ગેર કાયદેસર રીતે પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની કંપની શીલપેક કુલ બોટલ નંગ ૦૧ કી.રૂ. ૬૭૩/- તથા ઈંગ્લીસ દારૂની ખાલી બોટલ નંગ-૦૧ કી.રૂ.૦૦/૦૦/-તથા મોબાઇલ ફોન નં ગ-૨ કી રૂ. ૪૫,૦૦૦/- સહીત કુલ રૂ ૪૫૬૭૩/- નો મુદામાલ જપ્ત કરીને પાટણવાવ પોલીસે તપાસ હાથધરી છે.
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
