<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th February 2026

રાષ્‍ટ્રીય સ્‍વયમ સેવક સંઘ શતાબ્‍દી વર્ષ નિમિતે ઉપલેટાનાં મોટી પાનેલીમાં આવતીકાલે વિરાટ હિન્‍દૂ ધર્મ સંમેલન સાથે શોભાયાત્રા

આજે બાઈક રેલી, ઘરે ઘરે કળશ પધરામણી સાંસ્‍કળતિક કાર્યક્રમ, રાષ્‍ટ્રભક્‍તિ, સાથે બૌદ્ધિક જ્ઞાન સંસ્‍કારનું સિંચન

 (અતુલ ચગ દ્વારા) મોટી પાનેલી, તા., ર૮: ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં આવતીકાલે ભવ્‍ય વિરાટ હિન્‍દૂ ધર્મ સંમેલન નું આયોજન કરવામાં આવેલ છે રાષ્‍ટ્રીય સ્‍વયંમ સેવક ના શતાબ્‍દી વર્ષ નિમિતે ભારત ભરમાં રાષ્‍ટ્રીય હિત ના કાર્યક્રમો ની ઉજવણી થઇ રહી છે જેના ભાગરૂપે હિન્‍દૂ સંમેલન યોજાઈ રહ્યા છે તે સંદર્ભે મોટી પાનેલી મંડલ માં પણ આજુબાજુના સાત ગામોના હિન્‍દૂ સમાજ મળીને વિરાટ હિન્‍દૂ ધર્મ સંમેલન નું આયોજન કરવામાં આવેલ છે જેના સન્‍માન માં ગામની મુખ્‍ય બજારોમાં દુકાને દુકાને બેનરો લગાવ્‍યા છે આજે વિશાળ બાઈક રેલીમાં યુવાનો ગામની ગલીએ ગલીએ ફરીને હિન્‍દૂ ધર્મ સંમેલનમાં ઉમટી પડવા લોકોને આહવાન કરશે સંમેલનમાં મુખ્‍ય વક્‍તા તરીકે સંઘના પ્રાંત અધિકારી  લખનભાઈ સોલંકી ગીર સોમનાથ થી પધારશે સાથે ઉપલેટા તાલુકા કાર્યવાહ સ્‍મિતભાઈ ઠુંમ્‍મર અને રાષ્ટ્‌પ્રેમી કલાકાર જયેશ ગોંડલીયા રાષ્‍ટ્રભક્‍તિ રજૂ કરશે ગામના જ જાણીતા કલાકાર નિલેશભાઈ પંચાસરા પણ પોતાની આગવી શૈલી માં દેહભક્‍તિ ગીત અને રામગાન રજૂ કરશે સાથે નાના બાળકો સાંસ્‍કળતિક કાર્યક્રમો રજૂ કરી ધર્મ જાગળતિ ના આ કાર્યક્રમ માં પોતાની ઉપલબ્‍ધીની નોંધ કરાવશે આ પહેલા ભારત દેશની એકસો અગ્‍યાર પવિત્ર નદીઓના જળ કળશ અને પોથીજીનું ઘરે ઘરે પધરામણી કરાવી માતાઓ બહેનો પોથી અને કળશ યાત્રા સાથે કાર્યક્રમમાં જોડાશે અને કળશ નું બાલિકાઓ ના હસ્‍તે પૂજન કરી વિશાળ શોભાયાત્રા ગામની મુખ્‍ય બજારોમાં થઇ રામ મંદિરે પહોંચી પોથીજી પધારાવશે. હિન્‍દૂ ધર્મ સંમેલન ને લઈને હિન્‍દૂ સમાજમાં ભારે ઉત્‍સાહ છવાયો છે લોકો સ્‍વયંભુ આર્થિક સામાજિક સહાય માટે આગળ આવી રહ્યા છે. 

(11:38 AM IST)