<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th February 2026

મુંદ્રામાં સાઇટ પર ગ્રાઇન્‍ડર છટકતાં પગમાં ઇજાઃ કર્મચારી યુવાનનું મોત

બિહારથી પખવાડીયા પહેલા જ મજુરીએ આવેલા ૩૬ વર્ષિય લાલટુન માંઝીએ રાજકોટની સિવિલ હોસ્‍પિટલમાં સારવાર દરમિયાન દમ તોડયો

રાજકોટ તા. ૨૮: કચ્‍છના મુંદ્રામાં બાંધકામની સાઇટ પર કામ કરતી વખતે ગ્રાઇન્‍ડર છટકીને પગમાં લાગી જતાં ગંભીર ઇજા થતાં મુળ બિહારના કર્મચારી યુવાનનું મોત થયું છે.

જાણવા મળ્‍યા મુજબ મુંદ્રા  ખાતે ઇસ્‍માઇલભાઇની સાઇટ પર કામ ચાલી રહ્યું હોઇ અહિ પંદરેક દિવસ પહેલા જ મજૂરી કામ કરવા આવેલો બિહારનો લાલટુન અમરીત માંઝી (ઉ.વ.૩૬) ગઇકાલે સાંજે ચોરક વાગ્‍યે કામ કરતો હતો ત્‍યારે ગ્રાઇન્‍ડર છટકીને પગમાં લાગી જતાં ગંભીર ઇજા થતાં ત્‍યાંની હોસ્‍પિટલમાં અને  ત્‍યાંથી વધુ  સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું.

મૃતકને સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. આ બનાવથી સાથી મજૂરોમાં પણ ગમગીની વ્‍યાપી ગઇ છે. બનાવની જાણ બિહાર ખાતે પરિવારજનોને પણ કરવામાં આવી હતી.

(11:39 AM IST)