<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th February 2026

ગોંડલમાં એકલવાયુ જીવન જીવતા પ્રૌઢનું મોતઃ બે દિ'થી મૃતદેહ ઘરમાં પડયો રહ્યો

 

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ર૮ :..  ગોંડલ કે.વી.રોડ રામજી મંદિર પાસે કડવાણી નગર માં રહેતા અને એકલવાયું જીવન જીવતા પ્રૌઢ નો મળતદેહ તેમનાં ઘર માંથી મળી આવતા બી ડીવીઝન પોલીસ દોડી ગઇ હતી.બાદ માં શિવમ સાર્વજનિક ટ્રસ્‍ટ દ્વારા મળતદેહ ને સરકારી હોસ્‍પિટલ ખસેડાયો  હતો.પ્રૌઢ નો મળતદેહ બે દિવસ થી તેમનાં ઘરમાં પડયો હતો.પરંતુ કોઈ ને જાણ નહોતી.રાત્રે કોઈ તેમની ડેલી માં પાણી ભરવા  ગયા હોય પ્રૌઢ ને જમીન પર અચેત અવસ્‍થા માં જોતા તુરંત પાડોશીઓ એકઠાં થઇ ગયા હતાં.અને પોલીસ ને જાણ કરી  હતી. પ્રાપ્ત વિગત મુજબ કડવાણી નગર માં રહેતા ધોબી ભુપતભાઈ બાબુભાઇ વાળા નો વહેલી સવારે તેમનાં ઘરે થી મળતદેહ મળી આવ્‍યો હતો.બનાવ નાં પગલે શિવમ સાર્વજનિક ટ્રસ્‍ટ નાં જયભાઈ માધડ, ગીરીશભાઈ ગોહિલ, મનીષભાઈ પિત્રોડા ઘટનાં સ્‍થળે દોડી મળતદેહ ને પીએમ માટે સરકારી હોસ્‍પિટલ ખસેડ્‍યો હતો.બે દિવસ પહેલા તેમનું એટેક આવી જવાથી મળત્‍યુ થયાનું અનુમાન છે. ભુપતભાઈ થોડા વર્ષો પહેલા કોલેજચોક માં લોન્‍ડ્રી ની દુકાન ચલાવતા હતાં.હાલ નિવળત જીવન જીવતા હતાં.તેમનાં પત્‍નિ, પુત્ર સહીત નો પરીવાર રાજકોટ રહેછે. ત્રણ ભાઇઓ નાં પરીવાર માંએક ભાઈ વડોદરા અને એક ભાઇ ભાવનગર રહેછે. બનાવ અંગે પોલીસે તેમનાં પરીવાર ને જાણ કરી છે. (પ-૧૭)

 

(11:39 AM IST)