News of Saturday, 28th February 2026
ગોંડલ યાર્ડમાં ધાણાની સિઝનની રેકોર્ડ બ્રેક દોઢ લાખ ઘઉંની ૨૮૦૦૦ ગુણી અને ડુંગળીની ૩૫૦૦૦ કટ્ટાની આવક

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૨૮ : ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણા ની આવક શરૂ કરાતા જ વાહનોની કતારો લાગી હતી. હાઈવે ની બંને તરફ ૩-૩ કિમી ૧૫૦૦ થી વધુ વાહનોની લાઇનો લાગી હતી. યાર્ડના ચેરમેન અલ્પેશભાઇ ઢોલરીયા એ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી ખેડૂતો ધાણા લઈને આવ્યા હતા. પુષ્કળ આવક સાથે સિઝનની રેકોર્ડ બ્રેક દોઢ લાખ ગુણી ધાણા ની આવક થઈ હતી. જેમાં ખેડૂતો ને ધાણા ના ૨૦ કિગ્રા ના ૧૧૦૦ થી ૨૩૦૦ તેમજ ધાણી ના ૧૧૦૦ થી ૩૬૦૦ સુધીના ભાવ મળ્યા હતા. બીજી તરફ ઘઉં ની ૨૮૦૦૦ ગુણી અને ડુંગળી ની ૩૫૦૦૦ ગુણી ની આવક થતા યાર્ડ જણસીઓ થી છલકાયું હતું. હાલ બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની આવક બંધ કરવામાં આવી છે તેવું યાર્ડના ચેરમેન દ્વારા જણાવ્યું હતું.(તસ્વીર : ભાવેશ ભોજાણી - ગોંડલ)
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
