તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 28th February 2026
પાટણવાવના વાડોદર ગામે બોગસ તબીબ પકડાયો
સુનીલ ભટ્ટીએ કોઇ મેડીકલ ડીગ્રી વિના કલીનીક ખોલી દર્દીઓની જીંદગી સાથે ચેડા કરતો'તોઃ રૂરલ એસઓજીનો દરોડો

તસ્વીરમાં પકડાયેલ બોગસ ડોકટર (નીચે બેઠેલ) સાથે રૂરલ એસઓજીના સ્ટાફ નજરે પડે છે. (૪.૫)
રાજકોટ, તા., ૨૮ : પાટણવાવ વાડોદર ગામે રૂરલ એસઓજીએ દરોડો પાડી દર્દીઓની જીંદગી સાથે ચેડા કરતા બોગસ ડોકટરને ઝડપી લીધો હતો.
પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર રાજકોટ ગ્રામ્ય દ્વારા કોઇપણ જાતની ડોક્ટરની ડીગ્રી વગર ડોક્ટર તરીકેની પ્રેક્ટીસ કરતા બોગસ ડોક્ટરને પકડી પાડવા સુચના આપેલ હોય જે અનુસંધાને સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ રાજકોટ ગ્રામ્ય, પોલીસ ઇન્સપેક્ટરએફ.એ પારગીના માર્ગદર્શન હેઠળ PSI પી.બી.મિશ્રા તથા સ્ટાફને ે બાતમી મળેલ કે પાટણવાવ પો.સ્ટે. વિસ્તારના વાડોદર ગામમાં બસસ્ટેન્ડ પાસે રહેતો સુનિલકુમાર ઉર્ફે મેહુલભાઇ ચંદુભાઇ ભટ્ટી પોતાના કબ્જાના રહેણાંક મકાનમાં ધાર્મી-ધનવંતરી ક્લીનિક નામે કોઈપણ જાતની ડોક્ટરની ડિગ્રી વિના એલોપેથીક ઇન્જેક્શન, એન્ટી બાયોટીક દવાઓ તથા સિરીંજ તથા દવાની બોટલો રાખી એલોપેથીક ડોક્ટર તરીકેની પ્રેક્ટીસ કરે છે જે હકીકત આધારે એસઓજીએ કલાણા પી.એચ.સી. સેન્ટરના મેડીકલ ઓફીસર ડો.એમ.જી કરમટા તથા પી.એચ.સી. સ્ટાફના માણસો સાથે ઉપરોક્ત જગ્યાએ રેઇડ કરતા સુનિલકુમાર ઉર્ફે મેહુલભાઇ ચંદુભાઇ ભટ્ટીના કબ્જાના મકાનમાં બનાવેલ દવાખાનામાંથી કોઇપણ જાતની ડોક્ટરની ડીગ્રી વિના એલોપેથીક ઇન્જેક્શન તથા એન્ટી બાયોટીક દવાઓ તથા સ્ટીરોઇડ ડ્રગ વાળી દવાઓ કિ. ૧.૦૮ લાખ સાથે મળી આવતા તેઓ વિરૂધ્ધ કાયદેસર ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ કાર્યવાહી રૂરલએસ.ઓ.જી. શાખાના એ.એસ.આઇ. પરબતભાઇ શામળા, વિપુલભાઇ ગુજરાતી, રૂપકબહાદુર હસ્તબહાદુર ે હેડ.કોન્સ, ક્રિપાલસિંહ જાડેજા, નૈમીષભાઇ મહેતા તથા પળથ્વીરાજસિંહ ડોડિયા દ્વારા કરવામાં આવેલ છે.
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
