News of Saturday, 28th February 2026
ખાનપરમાં પરણીતાનું એસીડ પી જતા, નારાયણ નગરમાં પ્રૌઢનું પાણીના ખાડામાં મોઢુ ડૂબી જતા મોત
અમરેલી જીલ્લામાં વધુ બે અપમળત્યુના બનાવો

અમરેલી, તા.૨૮: અમરેલી જીલ્લામાં દીનપ્રતિદીન અપમળત્યુના બનાવોમાં ચિંતાજનક રીતે વધારો થઇ રહયો છે.ત્યારે જીલ્લામાં વધુ બે અપમળત્યુના બનાવો પોલીસ મથકમાં જાહેર થયા હતા.જેમાં ખાનપરમાં પરણીતાનું એસીડ પી જતા, નારાયણનગરમાં પ્રૌઢનું પાણીના ખાડામાં મોઢુ ડુબી જતા મોત નીપજયું હતું.બાબરા તાલુકાના ખાનપર ગામે ચોટીલા તાલુકાના ઢોરા પીપરીયા ગામની પરણીતા પનિષાબેન અશ્વિનભાઈ સાકરીયા ઉ.વ.૩૦ છેલ્લા ત્રણ વર્ષથી માનસીક બિમારી હોય. જેથી કંટાળ જઈને એસીડ પી જતા સારવાર દરમ્યાન મોત નીપજયાનું ખાનપર ગામના સંજયભાઈ રાઘવભાઈ સરવૈયાએ બાબરા પોલીસ મથકમાં જાહેર કરેલ છે. બીજા બનાવમાં લાઠી તાલુકાના નારાયણનગર ગામે રહેતા અનિલભાઈ રમેશભાઈ મકવાણા ઉ.વ.૪૦ પાણીની બોટલ ભરવા જતા તબિયત બગડી જતા પાણીના ખાડામાં મોઢુ ડુબી જતા મોત નીપજયાનું જગદીશભાઈ રમેશભાઈ મકવાણાએ દામનગર પોલીસ મથકમાં જાહેર કરેલ છે.
સાવરકુંડલાના આદસંગમાં પરણીતા અને બાબરામાં યુવતી ગુમ
સાવરકુંડલા તાલુકાના આદસંગ ગામે રહેતી પરણીતા તા.૨૬-૦૨-૨૬ના રાત્રીના પોતે પોતાની મેળે કોઈને કહ્યા વગર ગુમ થયાનું પતિએ સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં જાહેર કરેલ છે. બીજા બનાવમાં બાબરામાં રહેતી યુવતી પોતાના ઘરેથી કોઇને કાંઇ કહયા વગર ગુમ થયાનું જાહેર થયું છે.
(1:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
