<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th February 2026

જામનગર જિલ્લામાં ચાલી રહેલી ધોરણ ૧૦ ની બોર્ડ ની પરીક્ષામાં આજે વિજ્ઞાન વિષયના પેપરમાં ૨૭૦ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા: કોઈ કોપી કેસ નહીં

એકંદરે પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે પરીક્ષા તંત્ર દ્વારા પણ સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવવામાં આવી

 (મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૨૮ :  ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષા લેવાઈ રહી છે, ત્યારે આજે ધોરણ ૧૦ માં વિજ્ઞાન વિષયના પેપર માં ૨૭૦ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જ્યારે આજે પણ કોઈ કોપી કેસ નોંધાયો ન હતો.

 

ધોરણ ૧૦ ના વિજ્ઞાન વિષયમાં ગુજરાતી ભાષામાં ૨૪૪ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા છે, એ જ રીતે હિન્દી ભાષામાં ૧૦ વિદ્યાર્થી અને અંગ્રેજીમાં ૧૬ વિદ્યાર્થીઓ સહિત કુલ ૨૭૦ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા છે. અને એકંદરે પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે. પરીક્ષા તંત્ર દ્વારા પણ સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.

 

(1:58 PM IST)