<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th February 2026

જામનગર પોલીસના નેત્રમ વિભાગને બીજુ સ્‍થાન

 

જામનગરઃ.. જામનગર જિલ્લા પોલીસ વિભાગની કમાન્‍ડ કન્‍ટ્રોલ (નેત્રમ) ની ટીમ કે જેઓએ જામનગર જિલ્લામાં ત્રિમાસિક કામગીરી ના રિપોર્ટ દરમિયાન અસરકારક અને પ્રસંશનીય કામગીરી કરી હોવાથી ત્રિમાસિક ગાળાના રિપોર્ટના અનુસંધાને સમગ્ર રાજ્‍યમાં બીજા રેન્‍ક સાથે અવવલ કામગીરી કરી હોવાથી રાજ્‍યના ડી.જી.પી. દ્વારા જામનગર નેત્રમ વિભાગની ટીમને પુરસ્‍કળત કરાયા હતા, અને જિલ્લા પોલીસવડા સહિત સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્‍યા છે.  પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની તથા ઇન્‍ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક  મીત રૂદલાલ ની સુચના મુજબ કમાન્‍ડ એન્‍ડ કંટ્રોલ રૂમના પો.સબ.ઇન્‍સ. બી.બી.સિંગલ માર્ગદર્શન મુજબ એ.એસ.આઇ. પરેશભાઇ એ.ખાણધર, પો.હેડ.કોન્‍સ પ્રદિપસિંહ સોઢા  તથા નેત્રમ ની ટીમની અથાગ મહેનતથી હિટ એન્‍ડ રનના -૨૬ કેસો, ગુમ-૦૧, ચોરી-૨૪, લુંટ-૦૨, ભયજનક રીતે વાહન ચલાવતા વાહન ચાલક વિરુધ્‍ધના-૨૨૩ કેસો,  તેમજ અન્‍ય કેસો-૨૯ તથા કુલ ૧૭ અરજદારોને તેમનો સામાન પરત અપાવી કુલ-૩૨૩ ગુના નુ ડિટેક્‍શન કરી ગુજરાત રાજ્‍ય કક્ષાએ ડિટેક્‍શન કેટેગરીમાં જામનગર જિલ્લાને સમગ્ર રાજ્‍યમાં સેકન્‍ડ રેંક અપાવી હતી.  ગુજરાત રાજયના ડી.જી.પી ડો. કે.એલ એન. રાવ ના હસ્‍તે જામનગર પોલીસ વિભાગ ની નેત્રમ ટીમ વતી એ.એસ.આઇ. પરેશભાઇ એ.ખાણધર ને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્‍યું હતું. (તસ્‍વીર - અહેવાલ : મુકુંદ બદિયાણી-જામનગર)

(1:27 PM IST)