હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM

પોરબંદર : તા. ૨૮ : શહેરને વધુ હરિયાળું, સ્વચ્છ અને પર્યાવરણમિત્ર બનાવવા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ જાહેર રસ્તાઓ જ્યાં અડચણરૂપ ન થાય ત્યાં તથા કોર્પોરેશનની ખુલ્લી જમીન ઉપર વિશાળ પ્રમાણમાં વળક્ષો વાવેતર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ અભિયાન અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા સદભાવના સંસ્થાને અંદાજે ૩ હજાર વળક્ષોના વાવેતર અને ઉછેરની જવાબદારી સોંપવામાં આવી છે. સંસ્થા દ્વારા નિર્ધારિત સ્થળોએ યોગ્ય આયોજન સાથે વળક્ષો વાવવામાં આવી રહ્યા છે. ઉપરાંત વાવવામાં આવેલા વળક્ષોની સંભાળ, પાણી, રક્ષણ તથા વિકાસ માટે સતત દેખરેખ રાખવાની પણ જવાબદારી સોંપવામાં આવી છે. ખાસ કરીને આગામી ત્રણ વર્ષ સુધી વળક્ષોના જતન અને સંરક્ષણની સંપૂર્ણ જવાબદારી સંસ્થા ઉપર રહેશે.
જો કોઈ કારણસર વાવવામાં આવેલા વળક્ષો નાશ પામે અથવા સુકાઈ જાય તો તેના સ્થાને ફરીથી નવા વળક્ષો વાવી તેમને ઉછેરવાની જવાબદારી પણ સંસ્થા દ્વારા નિભાવવામાં આવશે. મહાનગરપાલિકાની આ હરિયાળી અભિયાનની કામગીરી શરૂ કરવામાં આવી છે અને શહેરના વિવિધ વિસ્તારોમાં તબક્કાવાર રીતે વળક્ષો વાવવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત વડ, પીપળો, ઉમરો, પારસ પીપળો, અર્જુન સાગર, રેંડા સહિતના વિવિધ જાતના વળક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM