News of Saturday, 28th February 2026
ઐતિહાસિક વિકાસ સંકલ્પ સંદર્ભે રાજ્યસભાના સંસદસભ્ય રામભાઈ મોકરીયા દ્વારા જામનગર જિલ્લામા ૩૮ લાખ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૨૦ લાખ જુદા જુદા ગામોમાં સર્વાંગી વિકાસ માટે માતબર ગ્રાન્ટની ફાળવણી
"વિકાસ સર્વ માટે"ના મંત્રને સાર્થક કરવા શિક્ષણ, બાળવિકાસ, આરોગ્ય, તથા શહેર તથા જિલ્લાના ગામોના વિકાસ માટે આધુનિક પાયાની સુવિધાઓને પ્રાથમિકતા આપીને બન્ને જીલ્લામાં ૫૮ લાખ રૂપિયાની ફાળવણી

રાજકોટ તા.૨૮
સંસદસભ્ય (રાજ્યસભા) રામભાઈ મોકરીયા દ્વારા વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૬ દરમ્યાન જામનગર જિલ્લાના સર્વાંગી વિકાસ માટે પોતાની સંસદ સભ્ય તરીકે મળતી ગ્રાન્ટમાંથી ૩૮ લાખ (આડત્રીસ લાખ) રૂપિયા જેવી ઐતિહાસિક અને માતબર રકમ ફાળવવામાં આવી છે.સંસદ સભ્ય રામભાઈ મોકરીયાએ "વિકાસ સર્વ માટે"ના મંત્રને સાર્થક કરતા શિક્ષણ, બાળવિકાસ, આરોગ્ય, તથા શહેર તથા જિલ્લાના ગામોના વિકાસ માટે આધુનિક પાયાની સુવિધાઓને પ્રાથમિકતા આપી છે. તેના પરિણામે જામનગર સીટી તથા જિલ્લાના જુદા જુદા ગામોના લોકોને સીધો લાભ મળે તેવા લોકહિતકારી કાર્યો માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.જેની વિગત નીચે પ્રમાણે છે.
જામનગર જિલ્લાના વિવિધ ગામોમાં લોકોની પ્રાથમિક સામાન્ય અને દૈનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખી સ્મશાનગૃહ,, સાંસ્કૃતિક હૉલ તેમજ ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં કોમ્યુનિટી હોલની જરૂરી સુવિધાઓ પૂરી પાડી તેમજ ગરીબ તથા ઘરવિહોણા માટે રેન બસેરા વિગેરે પાયાની જરૂરિયાતમાટે ૩૮ લાખ (આડત્રીસ લાખ) રૂપિયાની ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવી છે.
તેમજ દેવભૂમિદ્વારકા જિલ્લામાં ૨૦ લાખ(વીશ લાખ) રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે જેમાં રેનબસેરા, કોમ્યુનિટી હૉલ તથા સ્મશાનગૃહ વિગેરે પાયાની જરૂરિયાત માટે ૨૦ લાખ (વીશ લાખ) રૂપિયાની રકમ ફાળવી છે. રામભાઈ મોકરીયાની આ દ્રઢ અને દુરંદેશી શક્તિને કારણે જામનગર તથાદેવભૂમિ દ્વારકા જિલ્લાના વિકાસના નવા શિખરો સર કરી રહ્યો છે. ખાસ કરીને બાળવિકાસ, શિક્ષણ, આરોગ્ય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં લેવાયેલા આ પગલાંઓથી જિલ્લાની આવનારી પેઢીને લાંબા ગાળાનો લાભ મળશે.જામનગર તથા દેવભૂમિદ્વારકા જિલ્લાના નાગરિકો, સામાજિક સંસ્થાઓ તથા સ્થાનિક આગેવાનો દ્વારા સંસદસભ્ય રામભાઈ મોકરીયાના આ વિકાસલક્ષી અને જનહિતકારી અભિગમને વ્યાપક સમર્થન અને પ્રશંસા મળી રહી છે.આવનારા સમયમાં પણ જામનગર તથા દેવભૂમિદ્વારકા જિલ્લાના સર્વાંગી વિકાસ માટે તેઓ આવા લોકહિતકારી કાર્યોને સતત આગળ વધારતા રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
(4:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
