હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 1st March 2026
જામ ખંભાળિયા પોલીસની કડક કાર્યવાહી: પદયાત્રીઓની સુરક્ષા માટે 14 વાહનો ડિટેઈન
જાહેર રોડ પર અકસ્માત સર્જાય તેવી રીતે ઉભેલા અને મોટા અવાજે ડીજે વગાડી ઘોંઘાટ કરતા વાહનો સામે કાર્યવાહી

દ્વારકા જતા પદયાત્રીઓની સુરક્ષાને ધ્યાને રાખી જામ ખંભાળિયા પોલીસે માર્ગો પર અડચણરૂપ વાહનો સામે લાલ આંખ કરી છે. જાહેર રોડ પર અકસ્માત સર્જાય તેવી રીતે ઉભેલા અને મોટા અવાજે ડીજે વગાડી ઘોંઘાટ કરતા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે આ કાર્યવાહી દરમિયાન બોલેરો, આઈસર અને છોટા હાથી સહિત કુલ 14 વાહનો ડિટેઈન કર્યા છે. યાત્રિકોની સુવિધા અને ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે હેતુથી લેવાયેલા આ નિર્ણયને સ્થાનિકોએ આવકાર્યો છે.
(12:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
