News of Saturday, 28th February 2026
મોરબીના નવાડેલા રોડ મિત્ર મંડળ દ્વારા 3 માર્ચે માટેલધામ સુધીની ભવ્ય પદયાત્રાનું આયોજન.
મંગળવારે રાત્રે 09:30 કલાકે દરબારગઢ ચોક સ્થિત આઈશ્રી ખોડીયાર મંદિર ખાતેથી આ પદયાત્રાનું પ્રસ્થાન થશે

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના નવાડેલા રોડ મિત્ર મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળીના પવિત્ર તહેવાર નિમિત્તે માટેલધામ સુધીની ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે આ પદયાત્રાનું 20મું વર્ષ હોય, માઈ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આગામી તારીખ 03-03-2026 ને મંગળવારે રાત્રે 09:30 કલાકે દરબારગઢ ચોક સ્થિત આઈશ્રી ખોડીયાર મંદિર ખાતેથી આ પદયાત્રાનું પ્રસ્થાન થશે. પદયાત્રાના પ્રસ્થાન પૂર્વે રાત્રે 09:00 કલાકે માટેલના મહંત ખોડીદાસ બાપુના વરદહસ્તે માતાજીની 51 દીવડાની ભવ્ય આરતી કરવામાં આવશે.
આ રથ સાથેની પદયાત્રામાં મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાશે અને માતાજીના રથ સાથે ચાલીને માટેલધામ જશે. નવાડેલા રોડ મિત્ર મંડળ-મોરબી દ્વારા આ ધાર્મિક મહોત્સવમાં જોડાવા અને આરતી તેમજ દર્શનનો લાભ લેવા તમામ ભક્તોને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વધુ વિગત માટે મો. 98256 20412 અથવા 98252 33899 પર સંપર્ક કરી શકાશે.
(11:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
