<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st March 2026

શ્રી મોટી હવેલી જામનગરમાં હોળી તેમજ ફુલડોલ ઉતસવ દર્શન સમય

કાલે મંગળા આરતી, રાજભોગ દર્શન, શયન આરતીઃ મંગળવારે સવારે ૬ કલાકે હોળી પ્રગટાવાશે

જામનગરઃ મોટીહવેલી જામનગર ખાતે હોળી ડોલ ઉત્સવ દરમિયાન દર્શન સમય ફાગણ સુદ ૧૪ સોમવાર તા. ૨મંગલા આરતી સવારે ૭ કલાકે રાજભોગ દર્શન માં હોળી ખેલ બપોરે ૧૨ પછી  શયન આરતીમાં રાળ તેમજ ઘેરૈયા સાંજે ૭.૩૦ પછી  યોજાશે.
તેમજ ફાગણ સુદ ૧૫ પૂનમ મંગળવાર તા. ૩ હોળી પ્રગટાવવાનો સમય સવારે ૬ કલાકે જયારે આજે બધા દર્શન નિત્ય સમય મુજબ રહેશે.
ફાગણ વદ ૧ બુધવાર તા.૪ ફૂલડોલ ઉત્સવ પ્રથમ ભોગ બપોરે ૧૧.૩૦ પછી. ચતુર્થ ભોગના દર્શન બપોરે ૪.૩૦ પછી યોજાશે.

(2:21 PM IST)