News of Sunday, 1st March 2026
જામનગરના વિશ્વપ્રસિદ્ધ બાલા હનુમાનજીના મંદિરમાં આમ આદમી પાર્ટીના ઇશુદાન ગઢવી સહિતના અગ્રણી નેતાઓએ રામધૂન બોલાવી
આપ ધારાસભ્ય હેમંતભાઇ ખવા, પ્રદેશ મહામંત્રી મનોજભાઇ સોરઠીયા, ખેડૂત સંગઠન પ્રમુખ પ્રવીણભાઇ રામ તથા જામનગર શહેર પ્રમુખ રાજેન્દ્રસિંહ સોઢા પણ જોડાયા

જામનગરઃ જામનગર શહેરમાં આજે આમ આદમી પાર્ટીના નેતાઓનો પ્રવાસ કાર્યક્રમ યોજાયો છે, ત્યારે આમ આદમી પાર્ટીના ગુજરાત રાજ્યના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી ઉપરાંત ધારાસભ્ય હેમતભાઈ ખવા સહિતના આપ ના નેતાઓ આજે તળાવની પાળ સ્થિત અને વિશ્વપ્રસિદ્ધ બાલા હનુમાનજી મંદિરમાં ચાલી રહેલી અખંડ રામધૂનમાં જોડાયા હતા.
આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાનભાઈ ગઢવી, જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવા, પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠીયા, ખેડૂત સંગઠનના પ્રમુખ પ્રવીણભાઈ રામ, અને જામનગરના શહેર પ્રમુખ રાજેન્દ્રસિંહ સોઢા ની આગેવાનીમાં આપ ના નેતાઓએ બાલા હનુમાનજીના મંદિરમાં શીશ ઝુકાવ્યું હતું, ત્યારબાદ ત્યાં ચાલી રહેલી અખંડ રામધૂનમાં જોડાઈને શ્રી રામ જય રામ જય જય રામ ની ધૂન બોલાવી હતી.
(2:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
