<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st March 2026

ધોરાજીમાં હિટ એન્ડ રન: અજાણ્યા વાહને બાઇકને ફંગોળતા ત્રણ યુવાનો લોહીલુહાણ

બેફામ ગતિએ આવતા અજાણ્યા વાહનચાલકે બાઇકને જોરદાર ટક્કર મારી હતી અને અકસ્માત સર્જીને વાહનચાલક અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો

ધોરાજીમાં જમનાવડ-પીપળીયા રોડ પર મોડી રાત્રે હિટ એન્ડ રનની ગંભીર ઘટના બની હતી. એક બેફામ ગતિએ આવતા અજાણ્યા વાહનચાલકે બાઇકને જોરદાર ટક્કર મારી હતી અને અકસ્માત સર્જીને વાહનચાલક અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં બાઇક સવાર ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. 

 ઘટનાની જાણ થતા જ 108ની ટીમ દોડી આવી હતી અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. વધતા જતા બેફામ વાહનચાલકોને કારણે નાના વાહનચાલકોના જીવ જોખમમાં મુકાયા છે. હાલ પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

(11:04 PM IST)