તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 1st March 2026
તીર્થધામ કદમગીરી ડુંગર પર ‘કમળાઇ હુતાસણી’ પ્રગટાવાઈ: ભક્તોએ હુતાસણીની પ્રદક્ષિણા કરી
ડુંગરની ટોચ પર ભવ્ય હોળી પ્રગટાવવાની આ પરંપરા જોવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા

ભાવનગર જિલ્લાના પવિત્ર તીર્થધામ કદમગીરી ખાતે પરંપરાગત રીતે 'કમળાઇ હુતાસણી' પ્રગટાવવામાં આવી હતી. ડુંગરની ટોચ પર ભવ્ય હોળી પ્રગટાવવાની આ પરંપરા જોવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. ભક્તોએ શ્રદ્ધાપૂર્વક હુતાસણીની પ્રદક્ષિણા કરી દર્શનનો લાભ લીધો હતો. આ મંગલમય શરૂઆત સાથે જ હવે સમગ્ર દેશમાં હોળી-ધૂળેટીના પર્વની રંગેચંગે ઉજવણી શરૂ થશે. કદમગીરીના આ પવિત્ર વાતાવરણમાં શ્રદ્ધાળુઓએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
(11:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
