તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Sunday, 1st March 2026
અમરેલીના ગુંદરણ-લીલીયા રોડ પર ટ્રકે બાઈકને હડફેટે લીધી: બે યુવાન અને એક બાળકનું મોત
ટ્રકે બાઈકને જોરદાર ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત:બાઈક પર સવાર બે યુવાન અને એક નિર્દોષ બાળકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત

અમરેલીના ગુંદરણ અને લીલીયા વચ્ચે આજે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે બાઈકને જોરદાર ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં બાઈક પર સવાર બે યુવાન અને એક નિર્દોષ બાળકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે ખસેડીને અકસ્માત કયા કારણોસર સર્જાયો તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ કરુણ ઘટનાને પગલે પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
(11:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
