<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st March 2026

ધોરાજી પાસે આવેલા જૂનાગઢ રોડ પર અંબિકા સોલવન્ટ નજીક ગાડી રોડ પર પલટી ખાઈ ગઈ: ચાર લોકોને ઇજા

અકસ્માતની જાણ થતા જ 108 ઇમરજન્સી સેવાની ટીમ ઘટનાસ્થળે દોડી આવી

રાજકોટ જિલ્લાના ધોરાજી પાસે આવેલા જૂનાગઢ રોડ પર અંબિકા સોલવન્ટ નજીક એક ભયાનક અકસ્માત સર્જાયો છે. સિમેન્ટના પતરાં ભરીને જઈ રહેલી એક ઓવરલોડ ગાડીના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ગાડી રોડ પર પલટી ખાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં 3થી 4 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હોવાના સમાચાર મળી રહ્યા છે. અકસ્માતની જાણ થતા જ 108 ઇમરજન્સી સેવાની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.

 

(11:27 PM IST)