<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd March 2026

કચ્છમાં આડેસર ચેક પોસ્ટ પાસેથી ૧૯ લાખના હેરોઇન સાથે પંજાબનો શખ્સ ઝડપાયો

ફિરોઝપુરથી ગુરુવિંદરસિંઘ નિર્ભયસિંઘ ધિલ્લોનની કારમાં ડ્રગ્સ વેચવા કચ્છ આવતી વેળાએ મોબાઇલ અને કાર સહિત ૨૪.૪૪ લાખના મુદ્દામાલ સાથે અટક

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨ :  કચ્છ બોર્ડર રેન્જ પોલીસે રાપરમાં ગાંજાનું જંગી વાવેતર ઝડપ્યા બાદ સ્થાનિક પૂર્વ કચ્છ પોલીસ દોડતી થઈ ગઈ છે. પૂર્વ બાતમીના આધારે એસઓજી પોલીસે વોચ ગોઠવી પંજાબના ફિરોઝપુરથી કારમાં કચ્છ જિલ્લામાં હેરોઇન વેંચવા આવતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. ગુરુવિંદરસિંઘ નિર્ભયસિંઘ ધિલ્લોન નામના આ શખ્સ પાસેથી પોલીસે ૧૯ લાખ ૧૯ હજાર રૂપિયાનો ૯૫ ગ્રામ હેરોઇન નો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસે આ શખ્સની પૂછપરછ કરતા તેણે આ ડ્રગ્સ પંજાબના ફિરોઝપુરના ગુરુમીતસિંઘ પાસેથી લીધું હોવાનું જણાવતા પોલીસે બંને વિરુદ્ધ નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ ગુરુવિંદરસિંઘની હેરોઇન, મોબાઇલ અને કાર સહિત ૨૪ લાખ ૪૪ હજારના મુદ્દામાલ સાથે અટક કરાઈ છે.

(8:56 AM IST)