News of Monday, 2nd March 2026
રાજકોટ-મોરબી વિસ્તારમાં કાલથી ગરમી વધશે : તાપમાન ૩૭ ડીગ્રીને આંબી જશે

(જયેશ ભટાસણા) ટંકારા : મોરબી, રાજકોટ વિસ્તાર માટે આગાહી ૨થી ૭માર્ચ. આજથી તાપમાનમાં વધારો થશે આવતીકાલે રાજકોટ, મોરબી વિસ્તારમાં ૩૫ડિગ્રી અને તા. ૪માર્ચ થી ૭માર્ચ દરમ્યાન રાજકોટ, મોરબી, ટંકારા વિસ્તારમાં તાપમાન ૩૭ડિગ્રી અને માળીયા, અમરણના અમુક વિસ્તારમાં પારો ૩૮ડિગ્રીને આંબી જશે આગાહી સમયમાં હવામાન સૂકું અને આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે. પવન મુખ્યત્વે ઉત્તરપヘમિ દિશાનો રહેશે અને પવનની ઝડપ ૫માર્ચ થી ૭માર્ચ દરમ્યાન થોડી વધુ રહેશે અને ઉત્તરપヘમિના પવનને કારણે વહેલી સવારે ભેજનું પ્રમાણ વધુ રહેશે એટલે અમુક દિવસે ઝાકળવર્ષા થઇ શકે. હાલ કોઈ માવઠાની શકયતા નથી. રમેશ બસિયા (નાનાંખીજડીયા, ટંકારા)
(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
