<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd March 2026

કુવાડવામાં ૬૯ વર્ષના દિલુભા જાડેજાએ ઝેરી ટીકડીઓ પી આત્‍મહત્‍યા કરી લીધી

બહાર દવા પી ઘરે આવી ઉલ્‍ટીઓ કરતાં સારવાર માટે ખસેડયા પણ દમ તોડી દીધો

રાજકોટ તા. ૨: કુવાડવામાં રહેતાં વૃધ્‍ધે ઝેરી ટીકડીઓ પી આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે. બહારથી તેઓ ઘરે આવી ઉલ્‍ટીઓ કરવા માંડતાં પરિવારજનોએ પુછતાં ઝેરી ટીકડી પી લીધાનું કહેતાં તુરંત સારવાર માટે ખસેડયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું.

જાણવા મળ્‍યા મુજબ કુવાડવા જીઆઇડીસીમાં એપલ બેસન ફેક્‍ટરી પાછળ રહેતાં દિલુભા નારૂભા જાડેજા (ઉ.વ.૬૯)ને સાંજે સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. તબિબની પુછતાછમાં તેમણે ઘઉંમાં રાખવાની ટીકડીઓ પી લીધાનું સગાએ કહેતાં તબિબે પોલીસને જાણ કરી વૃધ્‍ધને સારવાર માટે દાખલ કર્યા હતાં. જો કે સારવાર દરમિયાન મોડી રાતે તેમનું મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કુવાડવા રોડ પોલીસને કરી હતી. આપઘાત કરનારા દિલુભા ત્રણ ભાઇમાં વચેટ હતાં અને નિવૃત જીવન જીવતાં હતાં. તેમને સંતાનમાં એક દિકરો છે. સગાના કહેવા મુજબ દિલુભા બહારથી ઝેરી ટીકડી પીને આવ્‍યા હતાં અને ઉલ્‍ટીઓ કરવા માંડતા અમને ખબર પડી હતી. તેમણે આ પગલુ શા માટે ભર્યુ તેની અમને ખબર નથી. પોલીસે આ બનાવની તપાસ યથાવત રાખી છે.

(1:48 PM IST)