<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd March 2026

ધ્રાંગધ્રાના રેલવે નાળામાં બોડેલી તરફ જતી એસટી બસ ફસાઈ

વઢવાણઃ ધ્રાાંગધ્રાથી પસાર થતી કચ્‍છથી અમદાવાદ તરફ જતી એસ.ટી. બસ કુડા ચોકડી થઈને ચાલે છે. ત્‍યારે શુક્રવારે મોડી રાત્રે ધ્રાંગધ્રાના મોચીવાડ પાસે આવેલ રેલવે નાળા પાસે લગાવેલા લોખંડના ગાર્ડમાં ફસાઈ હતી.  નખત્રાણાથી છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તરફ એસટીની સ્‍લીપર કોચ બસ જતી હતી. જેમાં શનિવારે ધ્રાંગધ્રા બસ સ્‍ટેશનથી આ બસ ઉપડી કુડા ચોકડી તરફ ચલાવવાના બદલે ડ્રાઈવરે ગુગલ લોકેશનના આધારે બસ મોચીવાડ વિસ્‍તારમાંથી ચલાવી હતી. જેમાં રેલવે નાળા પાસે લગાવેલા ગાર્ડમાં બસ ફસાઈ જતા મુસાફરોના જીવ અધ્‍ધર થઈ ગયા હતા. આસપાસથી દોડી આવેલા લોકોએ મહામહેનતે બસને બહાર કાઢી હતી

(11:15 AM IST)