News of Monday, 2nd March 2026
યુધ્ધના કારણે રાજકોટ- મોરબીના ૨૦ થી વધુ દૂબઇ ફસાયાઃ કલેકટર તંત્રે કન્ટ્રોલરૂમ શરૂ કર્યોઃ સંપર્ક માટે અપીલ
રાજકોટના ભૂપતાણી- બાટવીયા- બદિયાણી પરિવારના ફસાયાઃ મોરબીના ૧૦ ધંધાર્થીઓ અટવાઇ પડયા

રાજકોટ તા.૨: હાલમાં ચાલી રહેલ ઇરાન-ઇઝરાયેલ યુધ્ધના કારણે ખાડી દેશોમાં કટોકટીની પરિસ્થિતિ સર્જાયેલ છે. જેના અનુસંધાને ખાડી દેશોમાં રાજકોટ જિલ્લા અને મોરબી જીલ્લાના ૨૦ નાગરિક ફસાયા હોય અને મદદની જરૂરીયાત હોય તો તે માટે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, રાજકોટ દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવેલ છે. જેના પર સંપર્ક કરવા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે. હેલ્પ લાઈન નંબરઃ ૧) ૦૨૮૧-૨૪૭૧૫૭૩, ૨) ૦૨૮૧-૨૪૧૦૧૦૦નો સમાવેશ થાય છે.
રાજકોટના જયવંતભાઇ ભૂપતાણી અને તેમના પરિવારના દૂબઇમાં ફસાયા હોવાનું કલેકટર કચેરીના કન્ટ્રોલરૂમમાંથી બહાર આવ્યુ છે.
આ ઉપરાંત મોરબીના ૧૯ લોકો બીઝનેસ ટુર માટે દૂબઇ ગયા છે તે લોકો ફસાયા હોવાનું સાધનોએ ઉમેર્યુ હતું.
રાજકોટના કોૈશલ બાટવીયા અને તેમના પરિવારના ૧૦ લોકો તથા નવા ૧૫૦ ફુટ રીંગ- વર્ધમાનનગરમાં રહેતા લતાબેન બદિયાણીએ જણાવેલ કે તેમના પતિ કપિલભાઇ, પુત્ર પૂજન અને પુત્રી રૂપા છેલ્લા બે વર્ષથી દૂબઇની હોટલમાં ફરજ બજાવે છે, તેઓ પણ ભયભીત બની ગયા છે.
(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
