તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd March 2026
ચોટીલામાં નશાખોર ડ્રાઈવરનો આતંકઃ પીકઅપ વાહન વાછરડી પર ચડાવી દેતા મોત
નશાની લત અને ક્રૂરતાની પરાકાષ્ઠાઃ નિર્દોષ વાછરડીને કચડી મારનાર સામે ભારે રોષ

(જીજ્ઞેશ શાહ દ્વારા) ચોટીલા, તા.રઃ યાત્રાધામ ચોટીલાની પરમેશ્વર પાર્ક સોસાયટીમાં ગત મોડી રાત્રે એક કમકમાટીભરી ઘટના સામે આવી છે. દારૂના નશામાં ધૂત એક પીકઅપ ચાલકે ગફલતભરી રીતે વાહન ચલાવી રસ્તા પર ઉભેલી એક અબોલ વાછરડી પર ટાયર ફેરવી દેતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મળત્યુ નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારના રહીશો અને ગૌસેવકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.
ઘટનાની વિગત અને ગૌસેવકોની દોડધામ સ્થાનિક રહીશ અને ગૌસેવક સુરેશભાઈ ડાભી દ્વારા આ ક્રૂર ઘટનાની જાણ હરેશભાઈ ચૌહાણને કરવામાં આવતા ગૌસેવકો સાથે પોલીસ સ્ટેશને દોડી ગયા હતા અને નશાખોર શખ્સ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. હાલ વાછરડીના મળતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
સોસાયટીના રહીશો પાસેથી મળતી વિગત મુજબ આરોપી મુળ સુખપરાનો રહીશ છે. જે હાલ પરમેશ્વર પાર્કમાં રહે છે. જેનું નામ નામ વિશાલ હોવાનું જાણવા મળે છે.
ઘટના બાદ મોટી સંખ્યામાં રહીશો રસ્તા પર ઉતરી આવ્યા હતા. લોકોએ શહેરની કથળતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ પોલીસની ઢીલી નીતિ સામે ભારે કકળાટ અને રોષ વ્યક્ત કર્યો હતો. વાછરડીને મોતના ઘાટ ઉતારી આરોપી ફરાર થઈ ગયો છે, જેને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
લોકોનો ગંભીર આક્ષેપ છે કે આ શખ્સ અવારનવાર દારૂ પીધેલી હાલતમાં વાહન ચલાવે છે.આ શખ્સે અગાઉ રસ્તા પર કૂતરા પર પણ ગાડી ચડાવી દીધી હતી. આ શખ્સની વિકળતિ એટલી હદે વધી ગઈ છે કે તેને અબોલ જીવો પ્રત્યે કોઈ દયા નથી. આજે વાછરડી છે, કાલે કોઈ મનુષ્ય પણ હોઈ શકે. તેને તાત્કાલિક પકડી જેલ ભેગો કરવો જોઈએ તેવી રજૂઆત સાથે સ્થાનિક રહીશોએ રોષ વ્યક્ત કર્યો છે.
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
