<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd March 2026

પોરબંદર ભાજપના આગામી કાર્યક્રમોના આયોજન માટે ર દિવસમાં ૪ મીટીંગો યોજાઇ

પ્રભારી પ્રદીપભાઇ ખીમાણીએ પક્ષના પ્રમુખ મહામંત્રીઓ સાથે વિવિધ યોજનાના અમલ અંગે ચર્ચા કરી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. રઃ જિલ્લા ભાજપ પ્રભારી પ્રદીપભાઇ ખીમાણીએ ભાજપ કાર્યાલય ખાતે બે દિવસ માં ૭ બેઠકો આગામી કાર્યક્રમોના આયોજન બાદ યોજી હતી.

ગુજરાત પ્રદેશ ભાજપ ના આમંત્રિત સભ્‍ય અને જિલ્લા ભાજપ પ્રભારીશ્રી પ્રદીપભાઈ ખીમાણી એ બે દિવસમાં ૭ બેઠકો યોજી હતી અને પોરબંદર જિલ્લા તમામ મંડળના પ્રભારીશ્રી, પ્રમુખશ્રી અને મહામંત્રીશ્રી સાથે બેઠક યોજાઈ હતી તેમજ પોરબંદર જિલ્લા તમામ મંડળના પ્રભારીશ્રી, પ્રમુખશ્રી અને મહામંત્રીશ્રી સાથે બેઠક યોજી હતી તે ઉપરાંત શહેર ભાજપ ના પદાધિકારીઓ, તમામ મોરચાના હોદેદારો, સિનિયર આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે આગામી દિવસો ના કાર્યક્રમો અંગે કરી ચર્ચાઓ કરી હતી.

સરકારની વિવિધ યોજનાઓ, મોદી સરકાર ની સિદ્ધિઓ, થયેલા વિકાસ કાર્યો ની માહિતી છેવાડાના માનવી સુધી પહોંચે અને દરેક બુથ ઉપર મજબૂત રીતે ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર્તા સક્રિય ભૂમિકા અદા કરે તે માટે આ બેઠકોમાં પ્રદીપભાઇ ખીમાણીએ માર્ગદર્શન આપ્‍યું હતું.

(12:05 PM IST)