News of Monday, 2nd March 2026
મોરબીમાં ૧પ કારના કાચ ફોડી નખાયા
પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા આવારા તત્વો : લોકોમાં ભયની લાગણી

તસ્વીરમાં કારના ફૂટેલા કાચ નજરે પડે છે. (તસ્વીર : પ્રવિણ વ્યાસ, મોરબી)
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા ૨: મોરબી શહેરમાં હત્યા જેવા ગંભીર ગુનાઓ સામાન્ય બની ગયા છે એક બાદ એક ચોરીના બનાવો બનતા નાગરિકો જાનમાલની અસુરક્ષા અનુભવી રહ્યા છે જેથી અસામાજિક તત્વોને છૂટો દોર મળી ગયો છે તાજેતરમાં રાત્રીના સમયે જુદા જુદા વિસ્તારમાં ૧૫ જેટલી કારના કાચ ફોડી તોડફોડ કરી અસામાજિક તત્વોએ પોલીસનું નાક વાઢી લીધું છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના જીઆઈડીસી મેઈન રોડ, છાત્રાલય રોડ, મુનનગર સહિતના વિસ્તારમાં રાત્રીના ઘર બહાર પાર્ક કરેલ ૧૫ જેટલા વાહનોના કાચ તોડવામાં આવ્યા છે ૧૫ જેટલી કારના કાચ અજાણ્યા ઇસમોએ તોડી નાખ્યા હતા અસામાજિક તત્વોએ અલગ અલગ વિસ્તારમાં આતંક મચાવ્યો હતો છતાં કયાય નાઈટ પેટ્રોલિંગ કરતી પોલીસનો ભેટો થયો ના હતો જેથી પોલીસના નાઈટ પેટ્રોલિંગ સામે સવાલો ઉઠી રહ્યા છે.
અજાણ્યા ઇસમોએ કારના કાચ તોડી નુકશાન કરતા નાગરિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે જાનમાલની સુરક્ષા કોણ કરશે તેવા સવાલો પણ પ્રબુદ્ધ નાગરિકો પૂછી રહ્યા છે અને એક બાદ એક બની રહેલી ગુનાખોરીને અટકાવવા પોલીસ પાસે કોઈ એક્શન પ્લાન છે કે નહિ તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે.
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
