News of Monday, 2nd March 2026
સારંગપુર નિવાસી શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે..

વેરી-વેરી હેપી બર્થડે સારંગપુર વાસી
શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી
આજ મંગલ ગાવો, હેપી બર્થડે..
શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી...
શ્રી રામલલ્લાના પ્યારા સેવક
શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી.
શ્રી રામની હૃદયથી દાસ ભક્તિ કરનાર
શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી,
સારંગપુર ધામમાં બિરાજતા, દુખિયાના બેલી
શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી.
શ્રી ગોપાળાનંદ સ્વામીએ મંદિરે સ્થાપ્યા
શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી,
સંતો સૌ સોળ શણગાર કરી રાજોપચાર મહાઆરતી અને પૂજન કરે.
આપની ભક્તિ અને પ્રતાપથી ભૂત-પ્રેત-પિશાચ ભાગે,
શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી,
દેશ-વિદેશથી સૌ ભક્તો આવે, આસ્થાથી આપનો જયજયકાર કરે
શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી.
શનિવારે તેલ, સિંદૂર અને અડદ ચઢાવે, ઊંચી આસ્થા તમારી
શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી,
હનુમાન ચાલીસાના પાઠ કરે, આંકડાના ફૂલની માળા પહેરાવે
શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી.
છપ્પન ભોગ, અન્નકૂટ અને મોઠી બુંદી-ચણાનો પ્રસાદ ધરાય
શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી,
સંત તુલસીદાસના મહાવીર, અમારી ભક્તિ સ્વીકારો
શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી.
રાજકોટના સત્સંગી ઉપર અમીવર્ષા અને આશિષ વર્ષાવો
શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી,
ૐ નમો હનુમંતે ભયભંજનાય સુખં કુરુ ફટ્ સ્વાહા..
જય શ્રી રામ.
રચયિતા:
જગદીશ ગિરધરલાલ કાચા
મો: ૯૧૭૪૭૬૧૪૩૬
(૩૦-૧૨-૨૫)
(5:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
