News of Monday, 2nd March 2026
નેગોશીએબલના ગુન્હામા ૦૬ માસથી સજા થયેલ નાસતા ફરતા આરોપીને જામનગર પંચકોષી એ ડીવીઝન પોલીસે દબોચી લીધો
બાતમીના આધારે કંકુનગર પાસેથી ઝડપી લઇ જિલ્લા જેલમાં મોકલવા તજવીજ

જામનગર :રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ (IPS) નાઓ દ્વારા જામનગર જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડવા કડક સુચના કરવામા આવેલ હોય, જે અનુસંધાને જામનગર જીલ્લાના પોલીસ અધીક્ષક ડો. રવિ મોહન સૈની (IPS) નાઓ દ્વારા જામનગર જીલ્લામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડવા અસરકારક કાર્યવાહી કરવા કડક સુચના કરવામા આવેલ હોય તેમજ નાયબ પોલીસ અધિક્ષક મીત રૂદલાલ ,જામ ગ્રામ્ય વિભાગ જામનગર તથા પંચ એ ડિવી. પો.સ્ટે.ના પો.ઇન્સ. એમ.એન.શેખના માર્ગદર્શન મુજબ પંચકોષી એ ડીવી. પો.સ્ટે. ના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા,
દરમ્યાન પંચકોષી એ ડિવી.પો.સ્ટે.ના એ.એસ.આઇ શોભરાજસિંહ જી.જાડેજા તથા પો.કોન્સ. શિવરાજસિંહ કે,જાડેજા નાઓને સંયુક્ત ખાનગીરાહે હકીકત મળેલ કે, નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ ના કામે નામદાર કોર્ટે તક્સીરવાર ઠરાવી "બે" માસની સાદી કેદની સજાનો હુકમ કરેલ હોય, તે આરોપી વસ્તાભાઇ રાયદેભાઇ વીરાણી (રહે. વીંજરખી ગામ તા.જી.જામનગર વાળો )હાલ કંકુનગર પાસે ઉભો હોવાની હકીકત મળતા, સદર જગ્યાએ જતા ઉપરોકત નામ વાળો આરોપી મળી આવેલ હોય, જેથી મજકુર આરોપીને હસ્તગત કરી જામનગર જીલ્લા જેલમાં મોકલવા તજવીજ કરવામાં આવેલ છે
આરોપી વસ્તાભાઇ રાયદેભાઇ વીરાણી (રહે. વીંજરખી ગામ તા.જી.જામનગર)
આ કાર્યવાહી પંચકોષી 'એ' ડીવી. પો.સ્ટે. ના પો. ઇન્સ. એમ.એન.શેખ,તથા એ.એસ.આઇ. શોભરાજસિંહ ગુમાનસિંહ જાડેજા તથા પો.કોન્સ. શિવરાજસિંહ કિશોરસિંહ જાડેજા વિગેરે નાઓએ કરેલ છે.
(9:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
