News of Tuesday, 3rd March 2026
મોરબી શહેરમાં 24 ખાણી-પીણીના એકમોમાં તપાસ : 16 વેપારીઓને નોટિસ.
મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા તપાસ કરી કાર્યવાહી કરાઈ.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : શહેરના નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખાએ લાલ આંખ કરી છે.
તાજેતરમાં ફૂડ સેફ્ટી ઈન્સ્પેક્ટર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં હોટલ, રેસ્ટોરન્ટ અને બેકરી સહિતના કુલ 24 એકમોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન ગંભીર બેદરકારી બદલ 16 ધંધાર્થીઓને નોટિસ ફટકારવામાં આવી.
મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા રવાપર રોડ, નાસ્તા ગલી સહિતના વિસ્તારોમાં સ્ટ્રીટ ફૂડ વિક્રેતાઓને ત્યાં તપાસ ક૨વામાં આવી હતી. આ નિરીક્ષણ દરમિયાન લાયસન્સ, સ્વચ્છતા, વાસી ખોરાક અને એક્સપાયરી ડેટ વાળા ખાદ્ય પદાર્થોની ચકાસણી કરાઈ હતી. તપાસ દરમિયાન નીચે મુજબની ગે૨૨ીતિઓ સામે આવતા સ્થળ પર જ જથ્થાનો નાશ કરાયો હતો:
- ગુરુ કૃપા ચાઈનીઝ: વાસી મન્ચુરિયન અને એક્સપાયરી ડેટ વીતી ગઈ હોય તેવા ચાઈનીઝ સોસ મળી આવતા તેનો નાશ કરાયો.
સહારા ચાઇનીઝ: વધુ પડતા અખાદ્ય કલરનો ઉપયોગ થતો હોવાનું જણાતા કલરનો નાશ કરવામાં આવ્યો.
- T.G.B (રવાપર રોડ): એક્સપાયરી ડેટ વગરનો માલ મળી આવતા
તેને નષ્ટ કરાયો.
હરિઓમ ફરસાણ: અખાદ્ય કલરનો વધુ પડતો ઉપયોગ થતો હોવાથી ફૂડ ઈન્સ્પેક્ટરે સ્થળ પર કાર્યવાહી કરી હતી.
આગામી સમયમાં ચેકિંગ કામગીરી વધુ સઘન બનાવવાની જાહેરાત ક૨તા ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટરે જણાવ્યું છે કે, તમામ ધંધાર્થીઓએ અનહાઇજેનિક અને વાસી ખોરાકનો ઉપયોગ બંધ કરવો. અખાદ્ય કલરનો ઉપયોગ ન કરવા અને પોતાની પેઢી સ્વચ્છ રાખી ઓનલાઇન પ્રક્રિયા દ્વારા ફૂડ લાયસન્સ મેળવી લેવા કડક સૂચના આપવામાં આવી છે.
(12:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
