<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd March 2026

મોરબી શહેરમાં ૨૪ ખાણી-પીણીના એકમોમાં તપાસ, ૧૬ વેપારીઓને નોટિસ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા.૩: શહેરના નાગરિકોના આરોગ્‍ય સાથે ચેડાં કરતા તત્‍વો સામે મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખાએ લાલ આંખ કરી છે.

તાજેતરમાં ફૂડ સેફટી ઈન્‍સ્‍પેક્‍ટર દ્વારા શહેરના વિવિધ વિસ્‍તારોમાં હોટલ, રેસ્‍ટોરન્‍ટ અને બેકરી સહિતના કુલ ૨૪ એકમોમાં સઘન ચેકિગ હાથ ધરવામાં આવ્‍યું હતું. આ કામગીરી દરમિયાન ગંભીર બેદરકારી બદલ ૧૬ ધંધાર્થીઓને નોટિસ ફટકારવામાં આવી.

મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા રવાપર રોડ, નાસ્‍તા ગલી સહિતના વિસ્‍તારોમાં સ્‍ટ્રીટ ફૂડ વિક્રેતાઓને ત્‍યાં તપાસ ક૨વામાં આવી હતી. આ નિરીક્ષણ દરમિયાન લાયસન્‍સ, સ્‍વચ્‍છતા, વાસી ખોરાક અને એક્‍સપાયરી ડેટ વાળા ખાદ્ય પદાર્થોની ચકાસણી કરાઈ હતી. તપાસ દરમિયાન નીચે મુજબની ગે૨૨ીતિઓ સામે આવતા સ્‍થળ પર જ જથ્‍થાનો નાશ કરાયો હતો

ગુરુ કૃપા ચાઈનીઝઃ વાસી મન્‍ચુરિયન અને એક્‍સપાયરી ડેટ વીતી ગઈ હોય તેવા ચાઈનીઝ સોસ મળી આવતા તેનો નાશ કરાયો.

સહારા ચાઇનીઝઃ વધુ પડતા અખાદ્ય કલરનો ઉપયોગ થતો હોવાનું જણાતા કલરનો નાશ કરવામાં આવ્‍યો.

- T.G.B (રવાપર રોડ): એક્‍સપાયરી ડેટ વગરનો માલ મળી આવતા તેને નષ્ટ કરાયો

(10:32 AM IST)