News of Tuesday, 3rd March 2026
ધ્રોલના વાંકીયામાં હૃદયદ્રાવક ઘટનાઃ વૃધ્ધ દંપતિનો બિમારીથી કંટાળીને આપઘાત
૭૦ વર્ષના દામજીભાઇ મુળજીભાઇ ભીમાણી અને પત્નિ માનુબેનએ ઝેરી દવા ગટગટાવી લીધી

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા.૩: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના વાંકીયા ગામે એક અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. લાંબા સમયથી શારીરિક અને માનસિક બીમારીથી પીડાતા એક વળદ્ધ દંપતીએ બીમારીના કંટાળામાં આવીને ઝેરી દવા ગળી લેતા બંનેના કરૂણ મોત નીપજ્યા છે. આ બનાવથી સમગ્ર પંથકમાં અને ભીમાણી પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
ઘટનાની વિગત મુજબ, વાંકીયા ગામે રહેતા દામજીભાઈ મુળજીભાઈ ભીમાણી (ઉંમર વર્ષ ૭૦) અને તેમના પત્ની માનુબેન દામજીભાઈ ભીમાણી (ઉંમર વર્ષ ૬૮) લાંબા સમયથી વિવિધ શારીરિક અને માનસિક બીમારીઓથી પીડાતા હતા. તેમની સારવાર પણ સતત ચાલુ હતી, પરંતુ બીમારીમાં કોઈ નોંધપાત્ર સુધારો ન આવતા તેઓ માનસિક રીતે ભાંગી પડ્યા હતા. ગઈકાલે તા. ૦૨/૦૩/૨૦૨૬ના રોજ સાંજના આશરે ૬:૩૫ વાગ્યાના અરસામાં, જ્યારે દંપતી ઘરે એકલું હતું, ત્યારે બીમારીના
ઝેરી દવા ગળી લેતા બંનેની હાલત લથડી હતી, જે બાદ તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર કારગત નીવડે તે પહેલા જ બંને વળદ્ધોનું કરૂણ મળત્યુ નીપજ્યું હતું. આ મામલે મયંકભાઈ મગનભાઈ ભીમાણીએ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ધ્રોલ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જે.કે. દલસાણીયા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. એકસાથે પતિ-પત્નીના મોતથી વાંકીયા ગામમાં ગમગીની છવાઈ ગઈ છે. (૩.૩)
વળદ્ધ દંપતિ પોતે માનસિક બીમાર, જ્યારે તેઓના પુત્ર અને પુત્રવધૂ પણ મુકબધિર
( મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર,તા.૩: ધ્રોળ તાલુકાના વાકિયા ગામમાં આપઘાત કરી લેનાર દામજીભાઈ મૂળજીભાઈ ભીમાણી અને મનુબેન દામજીભાઈ ભીમાણી, કે જેઓ પોતે તો શારીરિક અને માનસિક અસ્વસ્થતા અને બીમાર જીવન જીવતા હતા, અને તેઓએ આ પહેલા પણ આપઘાત નો પ્રયાસ કર્યો હતો. જેમાં દામજીભાઈ એ તો ચાલું રિક્ષામાંથી કૂદકો મારી દઇ જીવનનો અંત લાવવા પ્રયાસ કર્યો હતો અને તેમના પત્નીએ પણ આપઘાત નો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં તેઓ બચી ગયા હતા, અને લાંબી સારવાર પણ ચાલી હતી. દરમિયાન ગઈકાલે ફરી બંનેએ આ અંતિમ પગલું ભર્યું છે. અગાઉ પોતાનું ઘર છોડીને પણ ચાલ્યા ગયા હતા.
જેઓની બીમારી ઉપરાંત બંનેના પુત્ર મગનભાઈ ભીમાણી અને તેની પુત્રવધુ, કે જેઓ બંને પણ મુકબધીર છે, અને કશું બોલી શકતા નથી. આથી પોલીસે પૌત્ર મયંક ભીમાણી નું નિવેદન નોંધ્યું હતું.
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
