News of Tuesday, 3rd March 2026
જૂનાગઢના ચોકી ગામ પાસે રોડ ક્રોસ કરતા યુવાનનું ખાનગી બસ હડફેટે મોત
રાજકોટ ખાતે સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૩: રાજકોટમાં એસટી વર્કશોપ પાછળ ગોકુલધામ સોસાયટી પાસે રહેતા ૬૯ વર્ષીય કાનજીભાઈ ધનજીભાઈ ચૌહાણએ જુનાગઢ તાલુકા પોલીસમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર તેના ૩૦ વર્ષીય પુત્ર દીપકભાઈ ગઈ તારીખ ૨૬ ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે જૂનાગઢ તાલુકાના ચોકી ગામ પાસે આવેલ સોમનાથ હોટલ સામે જેતપુર-જૂનાગઢ નેશનલ હાઈવે પર રોડ ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે શ્રી બાલમુકુંદ ટ્રાવેલ્સની જીજે ૧૪ વી ૮૨૬૫ નંબરની ખાનગી બસના ચાલકે દીપકભાઈને હડફેટે લઈ જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત સર્જીને બસ ચાલક અકસ્માર સ્થળેથી ફરાર થઈ ગયો હતો.
ગંભીર રીતે ઈજા પામેલા દીપકભાઈને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત જૂનાગઢ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર કારગત ન નીવડતા ૨૭ ફેબ્રુઆરીના રોજ સવારે ફરજ પરના તબીબે તેમને મળત જાહેર કર્યા હતા. મળતક ચોકી પોલીસ તાલીમ શાળામાં પાણી ફીટીંગનું કામ કરતા હતા અને ત્યાં જ રહેતા હતા.
અકસ્માતના બનાવ અંગે મળતકના પિતા કાનજીભાઈ ચૌહાણની ફરિયાદ આધારે તાલુકા પોલીસે બાલમુકુંદ ટ્રાવેલ્સની લકઝરી બસના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
