<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd March 2026

જામનગર જિલ્લાના જોડીયા પંથકમાં આસ્થાભેર હોલિકા દહન ની ઉજવણી

શ્રીફળ અન્ય સામગ્રી જળની ધારા સાથે પરિક્રમા ની વિધિ દ્વારા લોકો દ્વારા સુખશાંતિની પ્રાર્થના

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૩ : જોડિયા પથક માં આસ્થા સાથે હોલિકા દહન ની ઉજવણી કરવામાં આવી છે.જોડિયામાં પૌરાણિક સમય થી સનાતન ધર્મ માં હોલિકા દહન ની પરંપરા ના ભાગ રુપે આસ્થા અને શ્રધ્ધા સાથે લોકો ઉજવણી કરતાં આવ્યા છે. જોડિયા વિસ્તાર ના શેરી ગલીઓમાં હોલિકા દહન નું આયોજન કરાય છે. શ્રીફળ અન્ય સામગ્રી જળ ની ધારા સાથે પરિક્રમા ની વિધિ દ્વારા પરિવાર લોકો સુખશાંતિ ની હોલિકા પાસે થી અપેક્ષા રાખતા હોય છે.

(11:47 AM IST)