<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd March 2026

મહેતા યુનિ.ખાતે આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ ઉજવણી, એક અઠવાડીયા સુધી વિવિધ કાર્યક્રમો

જૂનાગઢ, તા.૩, દર વર્ષે ૮મી માર્ચના દિવસને આંતરરાષ્‍ટ્રીય મહિલા દિન તરીકે સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ વિશ્વની અડધી જનસંખ્‍યા એટલે કે નારી ઉત્‍કર્ષ માટે લોકજાગળતિ લાવવાનો છે. ત્‍યારે ભક્‍તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં વિમેન્‍સ ડેવલપમેન્‍ટ સેલ દ્વારા આંતરરાષ્‍ટ્રીય મહિલા દિન ઉજવણી ઉપલક્ષ્યે એક અઠવાડીયા સુધી એટલે કે તા. ૨ માર્ચથી ૯ માર્ચ સુધી દરરોજ મહિલા જાગળતિ મહિલા ઉત્‍કર્ષ સહિતનાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યુ છે.

ઉજવણી સપ્તાહને પ્રારંભ કરાવતી વેળાએ યુનિ.નાં કૂલપતિ ડાોે. પ્રતાપસિંહજી ચૌહાણે ઉપસ્‍થિત બહેનોને સંબોધતા જણાવ્‍યુ હતુ કે સામાજિક ઉત્‍થાનમાં મહિલાઓની ભૂમિકાની અગત્‍યતાને ધ્‍યાનમાં લઈ મહિલાઓમાં શિક્ષણનો વ્‍યાપ વધે તેમ જ તેઓ કુરિવાજો તથા રૂઢિઓમાંથી બહાર આવે તે માટેનું આયોજન કરવામાં આવે છે.

ઉજવણી સપ્તાહનાં પ્રથમ દિવસે સૌરાષ્‍ટ્ર યુનિવર્સીટીનાં કોમર્સ એન્‍ડ મેનેજમેન્‍ટ ડિપાર્ટમેન્‍ટનાં વડા પ્રો.(ડો.) દક્ષાબેન ચૌહાણે સાંપ્રત સમયે મહિલાઓની નાણાકીય સ્‍વતંત્રતા વિષયે સમજણ આપતા જણાવ્‍યુ હતુ કેસ્ત્રીઓ માટે નાણાકીય સ્‍વતંત્રતા એટલે માત્ર પૈસા કમાવવા નહીં, પરંતુ પોતાની આર્થિક સ્‍થિતિ પર નિયંત્રણ આત્‍મવિશ્વાસ અને નિર્ણયો લેવાની ક્ષમતા છે. તે સ્‍વમાન સુરક્ષા અને સશક્‍તિકરણનો પાયો છે.

આજની કાર્યશાળાનાં દ્વિતિય સત્રનાં વક્‍તા અને જૂનાગઢ શહેરનાં મનોચિકીત્‍સક ડો. સોહમ બુચે સાંપ્રત સમયમાં મહિલાઓનાં મનોવલણની વાત કરતા જણાવ્‍યુ હતુ કે ભારતીય કાયદાઓએ પુરુષો અને મહિલાઓ માટે મૂળભૂત અધિકાર બનાવ્‍યો છે. મોટાભાગની મહિલાઓ પરિવારના કલ્‍યાણમાં યોગદાન આપવાનો હેતુ ધરાવે છે નજીકના અને પ્રિયજનોની કાળજી લેવાથી મહિલાઓને ઓળખ અને સ્‍વ-સન્‍માનની ભાવના મળે છે, જે નાણાંકીય સ્‍વતંત્રતાથી આવે છે મહિલાઓનાં મનોવલણો (Attitudes) સામાજિક સાંસ્‍કળતિક અને વ્‍યક્‍તિગત અનુભવોથી ઘડાય છે, જે તેમના વર્તન, સંબંધો અને સુખાકારીને પ્રભાવિત કરે છે. આજનાં સેમિનારનાં પ્રારંભે વિમેન્‍સ ડેવલપમેન્‍ટ સેલનાં કન્‍વીનર ડો. અનિતાબા ગોહિલે સૌ અતિથીઓ અને ઉપસ્‍થિત બહેનોને શબ્‍દ સુમનથી આવકારી, અતિથીઓને સત્‍કાર્યા હતા. કાર્યક્રમના અતિથીઓનો પરિચય ડો. રૂપાબેન ડાંગરે આપ્‍યો હતો. કાર્યક્રમને સુચારૂ સંપન્ન થવા નિરવભાઇ કરડાણીએ જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે હિસાબી અધિકારી ડો. કિર્તીબા વાઘેલા, ડો. નીશિથ ધારૈયા, ડો. રશ્‍મીબેન પટેલ, સહિત અધ્‍યાપકો ઉપસ્‍થિત રહ્યા હતા. 

(1:01 PM IST)