News of Tuesday, 3rd March 2026
જૂનાગઢમાં વ્યસન મુક્તિના સંદેશ સાથે વાલમ બાપાની નનામી નીકળી
હોલિકા દહન પૂર્વે ગંધ્રપવાડા વિસ્તારમાં યુવાનોએ ઠાઠડી કાઢી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૩ :.. સોમવારે શહેરમાં ૨૦૦ સ્થળે હોલિકા દહન કરવામાં આવ્યું હતું. સંધ્યા આરતી બાદ ગિરનાર પર્વતની ટોચે બિરાજતા માં અંબાના હોળીનું પ્રાગટય થયા બાદ શહેર સહિતના વિસ્તારોમાં હોળીનો પ્રાગટય કરાયું હતું. હોલિકા દહન પૂર્વે વ્યસન મુક્તિના સંદેશ સાથે યુવાઓ દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જુનાગઢ શહેરમાં ગંધ્રપવાડા વિસ્તારમાં છેલ્લા ૭૫ વર્ષથી હોળી પ્રગટાવવામાં આવે છે. અહીં રહેતા બાળકો, યુવકો દ્વારા ઘાસ તેમજ લાકડાના બાંબુના ઉપયોગ વડે વાલમ બાપાની ઠાઠડી બનાવવામાં આવી હતી અને ત્યારબાદ વ્યસનમુક્તિના સંદેશ સાથે વાલમ બાપાની નનામી કાઢી હતી.નનામી ઉપાડી અને આગળ દોણી સાથે ચાલતા ચાલતા સ્મશાને જતા હોય એવા દ્રશ્યો સર્જીને કોણ મરી ગયું? વાલમ બાપા કેવી રીતે મરી ગયા? બીડી પીતા જેવા સૂત્રોચ્ચાર સાથે માર્ગો પર વાલમ બાપાની નનામી કાઢી લોકોને વ્યસન ન કરવા અપીલ કરી હતી. વ્યસન મુક્તિના જાગળતિ અભિયાનમાં બાળકો, યુવાઓથી લઇ સિનિયર સિટીઝનો પણ જોડાયા હતા.
(1:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
