<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd March 2026

અમરેલી જીલ્લામાં ૩૨ સ્‍થળોએ દેશી દારૂના દરોડા : ૪ મહીલા સહીત ૨૬ શખ્‍સો ઝડપાયા

જીલ્લામાં જુદા જુદા સ્‍થળોએથી ૩૨ શખ્‍સોને નશો કરેલ હાલતમાં ઝડપી પાડયા

અમરેલી, તા., ૩:  અમરેલી જીલ્લામાં પોલીસે જુદા જુદા ૩૨ સ્‍થળોએ દેશી દારૂના દરોડાઓ પાડીને ચાર મહીલા સહીત ૨૬ શખ્‍સોને મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.જેમાં સાવરકુંડલા રૂરલ, ચલાલા, બાબરા, પીપાવાવ મરીન, ખાંભા, વડીયા, દામનગર, બગસરા,જાફરાબાદ મરીન,અમરેલી સીટી, લાઠી,જાફરાબાદ ટાઈન,સાવરકુંડલા ટાઉન,રાજુલા, લીલીયા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જયારે જીલ્લામાં જુદા જુદા સ્‍થળોએથી ૩૨ શખ્‍સોનેદશો કરેલ હાલતમાં ઝડપી લઈ જેલની હવા ખવડાવી સરભરા કરી હતી. જેમાં જાફરાબાદ ટાઉન,ડુંગર,ખાંભા અમરેલી તાલુકા, રાજુલા, ધારી, નાગેશ્રી, ચલાલા, બાબરા,પીપાવાવ મરીન, અમરેલી સીટી,સાવરકુંડલા ટાઉન,લીલીયા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

દામનગરમાં જુગાર રમતા ૬ ઝડપાયા

દામનગર રામ રાજય સોસાયટીમાં જાહેરમાં હારજીતનો જુગાર રમતા શૈલેષ પરશોતમભાઈ સોલંકી, ચોથા લખમણભાઈ કસોટીયા, નાસીર પીરભાઈ મલેક, લાલજી બાબુભાઇ બલદાણીયા,વિપુલ મનુભાઈ આસોદરા, કૌશીક કાંતીભાઈ ચૌહાણને પો.કોન્‍સ.સ્‍વાગતભાઈ કુવરીયાએ રેઈડ દરમ્‍યાન રોકડ રૂ. ૧૮,૪૪૦ તથા મોબાઇલ નંગ-૦૫ ૫ રૂ .૬૦,૦૦૦ મળી કુલ રૂ.૭૮,૪૪૦ ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.

 હેરાફેરી કરતો ટ્રક ઝડપાયો

અમરેલી મારૂતી સુઝુકી શોરૂમ પાસે ટ્રક નંબર જી.જે.-૩૩-ટી.૯૨૨૫માં ઇલીયાશ યુનુસભાઈ સુવાણ, કુલ જીણાભાઇ ગોહેલ ગેરકાયદેસર રીતે કતલ કરવાના ઇરાદે ટૂંકમાં ૭ ભેસ તથા ચાર નાના બચ્‍ચાને અત્‍યંત ટુકી દોરીથી ખીચોખીચ ભરી ક્રુરતા પુર્વ ક બાંધી નીકળતા ૭ ભેસો રૂ.૧,૭૫,૦૦૦ તથા ચાર નાના બચ્‍ચા રૂ.૨૦,૦૦૦ તથા ટ્રક રૂ.૫,૦૦,૦૦૦ મળી કુલ રૂ.૬,૯૫,૦૦૦ના મુદામાલ સાથે પો.કોન્‍સ.કુલદીપસિંહ સરવૈયાએ ઝડપી પાડયા હતા. 

(1:30 PM IST)