<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd March 2026

ગીર સોમનાથ જીલ્લામાં ધુળેટીને લઈને સુરક્ષા બંદોબસ્‍ત

જાહેર રસ્‍તાઓ, કેમીકલ યુકત રંગો ઉડાડવા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે

 

 

(દિપક કક્કડ દ્વારા) વેરાવળઃ ગીર સોમનાથ જીલ્લામાં ધુળેટીને અનુલક્ષીને પોલીસવડા દ્વારા સુરક્ષા બંદોબસ્‍ત રાઉન્‍ડ ધ કલોક ગોઠવવામાં આવેલ છે જાહેર રસ્‍તા ઉપર રંગો ઉડાડવા,કેફી પીણું પીવું,કેમીકલ યુકત રંગો ફેકનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ગીર સોમનાથ જીલ્લાના જયદીપસિંહ જાડેજા દ્વારા હોળી ધુળેટીના તહેવારોને લઈને જીલ્લાના દરેક પોલીસ સ્‍ટેશનોમાં આગેવાનો દ્વારા શાંતિ સમીતીની મીટીગ અધિકારીઓ દ્વારા બોલાવવામાં આવેલ હતી રાઉન્‍ડ ધ કલોક બંદોબસ્‍ત જાણવવામાં આવશે કોઈપણ ઈસમો દ્વારા નાગરીકોને મુશ્‍કેલી પડે તેવું વર્તન કરવામાં આવશે કડક પગલા ભરવામાં આવશે તેમજ જાહેર રસ્‍તાઓ કે કોઈપણ નાગરીકો ઉપર કોરો રંગ પાણી ભરેલા ફુગા કાદવ કે કેમીકલ યુકત રંગો ફેકવામાં આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે રોડ ઉપર આવતા જતા વાહનો ના ચાલકો પાસે બળજબરી થી પૈસા ઉધરાવવાની પ્રવળતિની ફરીયાદ મળશે તો ગુનો દાખલ કરાશે કોઈપણ કોમ ની કે વ્‍યકતીગત લાગણી દુભાય તેવી કામગીરી કરનાર સામે તેમજ જાહેર નામાનો ભંગ કરનાર વ્‍યકતીઓ સામે આકરા પગલા લેવામાં આવશે.

વેરાવળ, તાલાલા, સુત્રાપાડા, કોડીનાર,ઉના,ગીરગઢડા તાલુકાના મહત્‍વના પોલીસ સ્‍ટેશનો તેમજ જીલ્લાભર ના પોલીસ સ્‍ટેશન ના પી.આઈ,પી.એસ.આઈ સહીત ના અધિકારીઓ કર્મચારીઓ એલસીબી એસઓજી ડીસ્‍ટાફ મહીલા પોલીસ તહેવારોને અનુલક્ષીને રાઉન્‍ડ ધ કલોક અનેક વિસ્‍તારોમાં તેમજ હાઈવે ઉપર વાહન ચેકીગ કરશે.

(1:09 PM IST)