News of Tuesday, 3rd March 2026
લાઠીના મતીરાળા ગામના વેપારી સાથે ધાણાદાળનો આર્ડર આપી માલ મેળવી સવા લાખની છેતરપીંડી

અમરેલી, તા., ૩: લાઠી તાલુકાના મતીરાળા ગામના વેપારી વિપેશભાઇ શાંતીભાઇ જીણજા ઉ.વ.૪૯ની જે.બી. પ્રોડકટસ નામે તમામ પ્રકારના મુખવાસ તથા ધાણાદાળ ઓર્ડર પ્રમાણે બનાવી આપવાનો વેપાર ધંધો કરતા હોય. અને આરોપી જુનાગઢના ભાવિન શશીકાંતભાઈ રૂપારેલીયાએ ફરિયાદીની મુખવાસ અંગેની ડીલદલાલ તરીકે આરોપી મોર્યા એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર સાથે કરાવી. ફરિયાદીને સુપર વાઇટ ધાણાદાળ ૨૦૦૦ કિ.ગ્રા.રૂ.૩,૪૦,૦૦૦.તથા વ્હાઈટ બોમ્બે કલર ધાણાદાળ ૧૦૦૦ કિ.ગ્રા. રૂ.૧,૬૫,૦૦૦ -જી.એસ.ટી. સાથે કુલ રૂ.૫,૩૦,૨૫૦ પુરાનો ઓર્ડર આપી.બાદમાં આપેલ ઓર્ડર મુજબનો માલ મેળવી લઇ.બાદમાં ફરિયાદીને આજદીન સુધી તેના બીલના નીકળતા રૂપીયા ન ચુકવી ઠગાઈ કરી ગુન્હો કરવામાં એકબીજાને મદદગારી કર્યાની લાઠી પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.
અમરેલીમાં ટ્રાફિકને અડચણરૂપ
વાહન રાખતા ગુન્હો નોધાયો
અમરેલી રાજકમલ ચોક પાસે ઓટો રીક્ષા જી.જે.-૦૯-એ.એકસ-૩૫૮૫ રોડ ઉપર ટ્રાફિકને અડચણરૂપ રાખતા રોહીત સમુંન્દરસિંગ પરમાર સામે હે.કોન્સ. હિરેનભાઈ સોલંકીએ ગુન્હો નોધી કાર્યવાહી હાથ ધરી હતી.
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
