<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd March 2026

મોરબીમાં મુસ્‍લિમ યુવાનની નિર્મમ હત્‍યા કરનારા આરોપીઓનું સરઘસ કાઢીને આકરી સજાની સમાજની

 

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબીઃ તા ૩, શહેરમાં રમેશ કોટન મિલ પાસે રહેતા તાજમહમદભાઈ ભટ્ટી (૪૭) નામનો યુવાન ગત તા. ૧૯/૨ ના રોજ ગુમ થયો હતો ત્‍યારબાદ તેની હત્‍યા કરીને લાશને પીપળી અને બેલા ગામ વચ્‍ચે આવેલા શિવાય કોલ નામના બંધ પડેલા કારખાનાની અંદર જમીનમાં ખાડો કરીને તેમાં લાકડા અને ડીઝલ નાખીનેસળગાવવામાં આવી હતી અને ત્‍યારબાદ તે ખાડો બૂરી દઈને તેના ઉપર પાકું ધાબું ભરી દેવામાં આવ્‍યું હતું જેથી પોલીસે જેસીબીની મદદથી સ્‍થળ ઉપર ખાડો ખોદીને તાજમહમદભાઈની બોડીના અવશેષો કબજે કર્યા હતા અને ત્‍યાર બાદ મળતક યુવાનના દીકરાની ફરિયાદ લઈને ૭ શખ્‍સોની સામે ગુનો નોધીને આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરી હતી અને તે પૈકીનાં ૫ આરોપીઓને પકડીને રિમાન્‍ડ ઉપર લેવામાં આવેલ છે જો કે, બે આરોપી હજુ પકડવાના બાકી છે તેવામાં મિયાણા સમાજના પ્રમુખ અકબરભાઈ મોવરની આગેવાની હેઠળ મુસ્‍લિમ સમાજના લોકો મોરબી કલેકટર અને એસપી કચેરી ખાતે પહોંચ્‍યા હતા અને ત્‍યાં આવેદનપત્રઆપીને હત્‍યાના આ ગુનામાં પકડાયેલા પાંચે આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે તેવી માંગ કરી છે તેમજ મુસ્‍લિમ યુવાનની નિર્મમ હત્‍યાના ગુનામાં પકડાયેલા તમામ આરોપીઓને કડકમાં કડક સજા થાય તેના માટે કલેકટર અને એસપીને રજૂઆત કરવામાં આવી છે

(1:10 PM IST)