News of Tuesday, 3rd March 2026
જામનગરના વિજરખી ગામનો સજાનો ફરાર આરોપી ઝડપાયો

જામનગર તા. ૩: નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ ના કામે કોર્ટે તકસીરવાર ઠરાવી ‘‘બે'' માસની સાદી કેદની સજાનો ૬ માસથી હુકમ કરેલ હોય, તે આરોપી વસ્તાભાઇ રાયદેભાઇ વીરાણી રહે. વીજરખી ગામ વાળો હાલ કંકુનગર પાસે ઉભો હોવાની હકીકત મળતા, સદર જગ્યાએ જતા આરોપી મળી આવેલ હોય, જેથી મજકુર આરોપીને હસ્તગત કરી જામનગર જીલ્લા જેલમાં મોકલવા તજવીજ કરવામાં આવેલ છે.
આ કાર્યવાહી પંચકોષી ‘એ' ડીવી. પો. સ્ટે.ના પો. ઇન્સ. એમ. એન. શેખ એ.એસ.આઇ. શોભરાજસિંહ ગુમાનસિંહ જાડેજા તથા પો. કોન્સ. શિવરાજસિંહ કિશોરસિંહ જાડેજા વિગેરેનાઓએ કરેલ છે.
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
