<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd March 2026

નભો મંડળમાં આજે રેડમુન સાથેનો ચંદ્રગ્રહણનો નજારો નિહાળી શકાશે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૩:  ખગોળીય ઘટનાની દ્રષ્ટિએ આજે ૩, માર્ચ ૨૦૨૬ને  મંગળવારના રોજ સિંહ રાશિમાં થનાર ચંદ્ર ગ્રહણ ઓસ્‍ટ્રેલિયા, નોર્થ અમેરિકા, દક્ષિણ અમેરિકા, એટલાન્‍ટિક, હિંદ મહાસાગર, ઇસ્‍ટ યુરોપ વગેરે જગ્‍યાએ ખગ્રાસ ચંદ્રગ્રહણ સ્‍વરૂપે દેખાશે.

આ ચંદ્ર ગ્રહણ ની શરૂઆત ૧૫.૨૦ કલાકે થશે, મધ્‍ય  ૧૭.૦૩ કલાકે થશે, અને મોક્ષ ૧૮.૪૮ કલાકે થશે. જ્‍યારે જામનગર શહેર અને આસપાસના વિસ્‍તારોમાં ચંદ્ર ઉગવા નો સમય ૧૮.૫૫ કલાક નો છે. એટલે આપણે ત્‍યાં ચંદ્ર ક્ષિતિજ પર આવશે ત્‍યાર પહેલાં ગ્રહણ પૂર્ણ થઇ ગયું હશે.

જ્‍યારે સૂર્ય, પળથ્‍વી અને ચંદ્ર એક સરળ લીટીમાં ગોઠવાઈ અને સૂર્યમાંથી નીકળતો ્‌રકાશ પળથ્‍વી દ્વારા અવરોધાય ત્‍યારે ચંદ્ર ગ્રહણ થાય છે.  પળથ્‍વીનું વાતાવરણ વાદળી રંગનું શોષણ કરી લાલ રંગને ચંદ્ર પર પહોંચાડે છે, જેથી ચંદ્ર લાલ તાંબા જેવા રંગનો દેખાશે. જેને બ્‍લડ મુન પણ કહેવાય છે.

સંપૂર્ણ ચંદ્ર ગ્રહણની અવધિ ૫૮ મિનિટની રહેશે. મુંબઈ અને આસપાસ આ ગ્રહણ આંશિક સ્‍વરૂપે દેખાશે. હવે પછી આ પ્રકારનું ચંદ્ર ગ્રહણ ૨૦૨૮ના વર્ષમાં દેખાશે. તેમ કિરીટ શાહ (સંયોજક ખગોળ મંડળ, જામનગર) એ જણાવ્‍યુ છે.

(1:19 PM IST)