<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd March 2026

ભુજના RTO વિસ્તારમાં હિન્દુ સંમેલન યોજાયું: સનાતન ધર્મમાં માતૃશક્તિની મહત્વની ભૂમિકા

સંઘ ના શતાબ્દી વર્ષ નિમિતે સમગ્ર ભારતભાર માં આ જ પ્રકારે ૮૦૦૦૦ થી વધુ હિંદુ સંમેલન થવાના છે : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના પ્રાંત સેવા પ્રમુખ નારણભાઈ વેલાણી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩ :  તાજેતરમાં જ રવિવારના રોજે ભુજના આર.ટી.ઓ. વિસ્તાર મધ્યે હિંદુ સમેલન નું ભવ્ય આયોજન થયું.

તા ૧-૩-૨૦૨૬ રવિવાર ના રોજ આર.ટી.ઓ. વસ્તી ના હિંદુ સમેલન નું રાજગોર સમાજવાડી ખાતેભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં સમગ્ર આર.ટી.ઓ. વિસ્તાર ની ન્યુ લોટસ, આર.ટી.ઓ. રીલોકેશન, યોગેશ્વર ધામ, વૃંદાવન પાર્ક,મહાપ્રજ્ઞ નગર, સર્જન સ્ક્વેર, હિલ વ્યુ,હિરાણી નગર, કલાપૂર્ણ નગર, કૃષ્ણ પાર્ક, શિવમ પાર્ક, મહાવીર નગર, બીપીન ભટ્ટ નગર, આઈયા સ્પેસ, રાજા રેસીડન્સી , શિવમ પાર્ક , ઓમ ગણાત્રા નગર,NRI નગર, સોનાલી પાર્ક, સોમૈયા નગર વગેરે સોસાયટીઓ માંથી ૩૦૦૦ – ૩૫૦૦ જેટલી બહોળી સંખ્યા માં હિંદુ ભાઈઓ તથા બહેનો સહભાગી થયા. કાર્યક્રમ ની શૃત માં હિંદુ સંમેલન સમિતિ ના પ્રમુખ રમેશભાઈ સોરઠીયાઈએ સૌ ને આવકાર આપ્યો હતો.. પ્રાસંગિક ઉદબોધન માં કચ્છ યુનીવર્સીટી ના અંગ્રેજી વિભાગ ના ડીન દ ડો કાશ્મીરાબેન મહેતા એ પંચ પરિવર્તન માટે બહેનો નો ભૂમિકા વિષે વાત કરી હતી અને સનાતન હિંદુ ધર્મ માં માતૃશક્તિ ની તાકાત વિષે વાત કરતા જણાવ્યું હતું કે સનાતન સંસ્કૃતિ ને ટકાવી રાખવા માં માતૃશક્તિ ની મુખ્ય ભૂમિકા છે. આર્ષ અધ્યન કેન્દ્ર ના પૂજ્ય સ્વામી પ્રતીપ્તાનંદ જી એ આશીર્વચન માં કહ્યું કે આજે અહીં ઉપસ્થિત લોકો ની સંખ્યા જોઈને હર્ષ ની લાગણી થાય છે અને હિંદુ જાગરણ ની પ્રક્રિયા નો પ્રારંભ થઇ ગયું છે એવું સાબિત થાય છે. સ્વામીજી એ ખાસ ઉલ્લેખ કર્યો કે હિંદુ સમાજ નું જાગરણ પ્રાસંગિક ના બની રહેતા ક્ક્યામી થવું જોઈએ એ આપણા સૌ ની જવાબદારી છે.સ્વામીજીએ હિંદુઓ ૩ સંતાન ઉત્પન કરે એ વાત ને સ્વામીજીએ દોહરાવતા કહ્યું હતું કે આપણી સંસ્કૃતિ ની ટકાવી રાખવી હશે તો ૩ માંથી ૧ સંતાન રાષ્ટ્ર માટે કાર્ય કરે એ અનિવાર્ય છે. પ્રાસંગિક ઉદબોધન ડો કિશનભાઈ આર્ય,દિવ્યાબેન અને ધ્રુવભાઇ પ્રજાપતીએ કર્યું તથા. નાની ઢીંગલી તપસ્યા પટેલે માં મધુર વાણી માં હિંદુ એકતા વિષે વાત કરી હતી.

​કાર્યક્રમ ના મુખ્ય વક્તા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના પ્રાંત સેવા પ્રમુખ  નારણભાઈ વેલાણી એ જણાવ્યું કે સંઘ ના શતાબ્દી વર્ષ નિમિતે સમગ્ર ભારતભાર માં આ જ પ્રકારે ૮૦૦૦૦ થી વધુ હિંદુ સંમેલન થવાના છે. અને વર્તમાન પરિસ્થિતિ માં સમજે સામાજિક સમરસતા, પર્યાવરણ, નાગરિક કર્તવ્ય,સ્વદેશી અને કુટુંબ પ્રબોધન જેવા વિષયો પર આચરણ કરીને ઉદાહરણ પૂરું પાડવું જોઈએ. કાર્યક્રમ દરમિયાન નિપુણભાઈ માંકડ તથા તેમની સમગ્ર ટીમેં લવ જેહાદ ના વિષય પર હૃદય સ્પર્શી નાટીકા રજુ કરીને સૌ ને ભાવુક કરી દીધા હતા.

​સંમેલન પહેલા સવારે સમગ્ર આર.ટી.ઓ. વસ્તી માં વિસ્તાર ના ૫૦૦ થી વધારે ભાઈઓ બહેનો દ્વારા યોજેયેલ બાઈક રેલીએ પણ આકર્ષણ જમાવ્યું હતું  

કાર્યક્રમ ના ના સ્થાન માટે રાજગોર સમાજ તથા પ્રમુખ  વિજયભાઈ ગોર સહયોગી થયા હતા કાર્યક્રમ આર્થિક સહયોગી દાતાઓ નું સન્માન કરવામાં આવ્યુ હતું. કાર્યક્રમ ને સફળ બનાવવા હિંદુ સંમેલન સમિતિ ના પ્રમુખ શ્રી રમેશભાઈ સોરઠીયા ની આગેવાની હેઠળ દરેક સોસાયટી ના ભાઈઓ તથા બહેનોએ જહેમત ઉઠાવી હતી સંચાલન ડો કાનીશ્ક્ભાઈ શાહ તથા આભારવિધિ  વીરેનભાઈ ગોરે કરી હતી. અંત માં મહાપ્રસાદ સાથે સુંદર કાર્યક્રમ પૂર્ણ થયો.

(2:19 PM IST)