News of Wednesday, 4th March 2026
સુરેન્દ્રનગરના ચકચારી હનીટ્રેપ કેસના ફરાર 2 આરોપીઓ 23.75 લાખ રોકડ સાથે પકડાયા
સાણંદના જમીન-મકાનના દલાલને ફસાવી રૂપીયા 1 કરોડ પડાવી લીધાની ફરિયાદ:પોલીસે આ કેસમાં અગાઉ મહિલા સહિત 4 આરોપીઓને ઝડપી લીધા હતા.

સુરેન્દ્રનગરના ચકચારી હનીટ્રેપના બનાવમાં સાણંદના જમીન-મકાનના દલાલને ફસાવી રૂપીયા 1 કરોડ પડાવી લીધાની ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે પોલીસે આ કેસમાં અગાઉ મહિલા સહિત 4 આરોપીઓને ઝડપી લીધા હતા. ત્યારે આ કેસના ફરાર 2 આરોપીઓ રૂપીયા 23.75 લાખ રોકડ સાથે પકડાયા છે.
સાણંદ ગ્રામ્યના જમીન-મકાનની દલાલીનું કામ કરતા યુવાનને સુરેન્દ્રનગરની ટોળકીએ સુંવાળા સબંધોની જાળમાં ફસાવ્યા હતા. જેમાં પીસ્ટલ અને છરીને અણીને રૂપીયા 1 લાખ પડાવી લીધાની બી.ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં પોલીસે સુરેન્દ્રનગરની ભાવના ઉર્ફે અંજલી દશરથભાઈ ચાવડા, દસાડા તાલુકાના અખીયાણાના તોસીફખાન ઉર્ફે લાલો અકબરખાન મલેક, આશીફખાન મહોબતખાન મલેક અને માલવણનો સાહીલખાન સરદારખાન ઉર્ફે બાદરખાન મલેકને ઝડપી લીધા હતા. આ તમામ આરોપીઓ પાસેથી રૂપીયા 1 કરોડમાંથી રૂપીયા 69.30 લાખ રોકડા રીકવર કરાયા હતા. જયારે હનીટ્રેપમાં વપરાયેલ કાર, પીસ્ટલ અને 5 મોબાઈલ સહિત કુલ રૂપીયા 72,50,100ની મત્તા જપ્ત કરાઈ હતી.
સુરેન્દ્રનગર એલસીબી ટીમે આ કેસમાં ફરાર અખીયાણાનો અરબાઝ હયાતખાન મલેક અને લખતર તાલુકાના ઈંગરોળીનો અમન મહેબુબખાન મલેકને ઝડપી લીધા છે. આ બન્ને પાસેથી રોકડા રૂપીયા 23.75 લાખ, મોબાઈલ ફોન અને બ્રેઝા કાર જપ્ત કરાઈ છે. આ કેસમાં પોલીસે કુલ રૂપીયા 95.50 લાખ રીકવર કર્યા છે. નોંધનીય છે કે, અરબાઝ મલેક સામે બજાણા પોલીસ મથકે પ્રોહીબીશન, ચોરી અને મારામારીના 3 ગુના અગાઉ નોંધાયેલો છે. જયારે ઈંગરોળીના અમન મલેક સામે લીંબડી પોલીસ મથકે છેતરપિંડી અને લખતર પોલીસ મથકે જુગારની ફરિયાદ નોંધાયેલી છે.
(12:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
