News of Wednesday, 4th March 2026
તરણેતર ગામે કરોડો રૂપિયાની ખનીજ ચોરીનો પર્દાફાશ : ચોટીલા પ્રાંત અધિકારીએ દરોડો પાડ્યો :અંદાજે રૂ. 1.97 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો
તંત્રએ સ્થળ પરથી હિટાચી મશીન, ત્રણ ડમ્પર અને ટ્રેક્ટર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો: ગેરકાયદે ખનન કરાવનાર ચાર આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી

સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ગામે કરોડો રૂપિયાની ખનીજ ચોરીનો ભંડાફોડ થયો છે. ચોટિલાના પ્રાંત અધિકારીએ રેડ કરીને અંદાજે રૂ. 1.97 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ગામની સીમમાં આવેલી સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે સેન્ડસ્ટોનનું ખનન ચાલી રહ્યું હતું. તંત્રએ સ્થળ પરથી હિટાચી મશીન, ત્રણ ડમ્પર અને ટ્રેક્ટર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. ગેરકાયદે ખનન કરાવનાર ચાર આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, તેમજ તરણેતર ગામના તલાટી મંત્રી અને સરપંચ સામે પણ પગલા લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
(6:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
