News of Wednesday, 4th March 2026
તાલાલાના હડમતીયા ગામે SOG પોલીસના દરોડા: 16 હજાર લીટર જેટલો શંકાસ્પદ કેરીનો રસ જપ્ત કર્યો
આ રસ બે વર્ષ જૂનો અને અખાદ્ય હાલતમાં હોવાની આશંકા: લગ્નની સિઝનમાં વેચાણ માટે જથ્થો સંગ્રહિત રાખવામાં આવ્યો હોવાની શક્યતા

ગરમીના દિવસોમાં કેરીના રસના શોખીનો માટે ચેતવણીરૂપ બનાવ સામે આવ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં તાલાલાના હડમતીયા ગામે SOG પોલીસે રુચિલ એગ્રો ફૂડ પ્રોડક્ટ પ્લાન્ટમાં દરોડા પાડી આશરે 16 હજાર લીટર જેટલો શંકાસ્પદ કેરીનો રસ જપ્ત કર્યો હતો. પ્રાથમિક તપાસમાં આ રસ બે વર્ષ જૂનો અને અખાદ્ય હાલતમાં હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. લગ્નની સિઝનમાં વેચાણ માટે જથ્થો સંગ્રહિત રાખવામાં આવ્યો હોવાની શક્યતા વચ્ચે તંત્રએ વધુ તપાસ શરૂ કરી છે.
(7:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
