News of Wednesday, 4th March 2026
મોરબી જિલ્લામાં ચારથી વધુ વ્યક્તિઓના એકઠા થવા પર પ્રતિબંધ: 31 માર્ચ સુધી જાહેરનામું લાગુ
સક્ષમ અધિકારીની મંજૂરી વગર ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ એકત્રિત થવા, સભા ભરવા કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ રહેશે

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા પ્રતિબંધાત્મક હુકમ જારી કરવામાં આવ્યો છે. વિવિધ સંગઠનો અને રાજકીય પક્ષોની રજૂઆતોને ધ્યાને રાખીને આ નિર્ણય લેવાયો છે.
આ જાહેરનામા મુજબ મોરબી જિલ્લામાં 31/03/2026 સુધી સક્ષમ અધિકારીની મંજૂરી વગર ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ એકત્રિત થવા, સભા ભરવા કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ રહેશે
કોને મુક્તિ મળશે?
સરકારી ફરજ પરના કર્મચારીઓ અને હોમગાર્ડ્સ.લગ્નના વરઘોડા અને સ્મશાન યાત્રા. સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમો.સ્થાનિક સત્તામંડળ પાસેથી પૂર્વ મંજૂરી મેળવનાર સંસ્થાઓ.
(10:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
