તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 5th March 2026
મોરબીના લાલપર નજીક ફેકટરીમાં શ્રમિકનો આપઘાત: મકનસર ગામે યુવતીયે ગળાફાસો ખાધો.
શ્રમિકે કોઈ અગમ્ય કારણોસર લેબર કોલોનીની ઓરડીમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી તાલુકાના લાલપર ગામ નજીક આવેલ પાવર હાઉસ પાછળ આવેલ ઇપોસ ટાઈલ્સ ફેકટરીના લેબર કોલોનીમાં રહેતા નિજર ઓમાન ઉ.21 નામના શ્રમિકે કોઈ અગમ્ય કારણોસર લેબર કોલોનીની ઓરડીમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
મોરબી તાલુકાના મકનસર ગામે રહેતી રિયાબેન બીપીનભાઈ પાંડે નામની યુવતીએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગઈકાલે સાંજના સમયે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
(12:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
