News of Thursday, 5th March 2026
કચ્છના શેરડી ગામે રસ્તા વચ્ચે ખૂંટીયા સાથે બાઈક અથડાતાં યુવાનનું મોત
રખડતા પશુએ વધુ એક ભોગ લીધો, સરકાર અને તંત્ર રખડતા ઢોરની સમસ્યા ઉકેલવામાં નિષ્ફળ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૫: શહેર હોય ગ્રામ્ય વિસ્તાર રખડતા ઢોરની સમસ્યાનો કોઈ ઉકેલ નથી. લોકો સરકાર અને સ્થાનિક તંત્ર પાસે રજૂઆતો કરે છે પણ હાઇકોર્ટના હુકમ છતાંય આ સમસ્યા દૂર કરવામાં નિષ્ફળ તંત્ર પ્રજાનું કયાંથી સાંભળે? વિકાસની ગુલબાંગો વચ્ચે માળખાગત સુવિધાઓ વેરવિખેર છે. કચ્છમાં રખડતા ઢોરની સમસ્યાથી લોકો ત્રસ્ત છે. માંડવી તાલુકાના શેરડી અને ગંગાપર વચ્ચે રસ્તા ઉપર ખૂંટીયો આવી જતા બાઈક અથડાઈ હતી. જેમાં બાઈક પાછળ બેઠેલા ૩૫ વર્ષીય યુવાન વિનેશ શાંતિલાલ ગરવાને ગંભીર ઇજાઓ થઈ હતી. તેને વધુ સારવાર ભુજ અને ત્યાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. પરંતુ ચાલુ ઓપરેશને તેનું મોત નીપજ્યું હતું.(૪૦.૨૦)
(10:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
