<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th March 2026

કલ્‍યાણપુરના રાણ ગામે ગરમ દાળના ટોપમાં પડતા માસુમ બાળકનું મોત

હોળીના તહેવારમાં જમણવારનું આયોજન કરાયુ હતુઃ રવજીભાઇ સોનગરાના એક વર્ષના ક્રિસના મૃત્‍યુથી અરેરાટી

 

(કોશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૫: કલ્‍યાણપુર તાલુકાના રાણ ગામે રહેતા રવજીભાઈ જેઠાભાઈ સોનગરા નામના સતવારા યુવાનના એક વર્ષના પુત્ર ક્રિસની હોળીના દિને સોમવારે સાંજના સમયે વાડના પ્રસંગનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેના કારણે તે આખા શરીરને ગંભીર રીતે દાજી જતા સારવાર અર્થે હોસ્‍પિટલમાં ખસેડવામાં આવેલ. જ્‍યાં સારવાર દરમિયાન તેનું મળત્‍યુ નિપજ્‍યું હતું. સાંજના સમયે તેમના ઘરે ચાલી રહેલા રસોડામાં દાળના ગરમ ટોપમાં આ માસુમ બાળક ક્રિસ પડી ગયો હતો.

આ બનાવે મળતકના પરિવારમાં આકંદ સાથે નાના એવા રાણ ગામમાં ભારે અરેરાટી પ્રસરાવી છે. આ બનાવ અંગેની જાણ મળતકના માતા ગોમતીબેન રવજીભાઈ સોનગરા (ઉ.વ. ૩૦) એ કલ્‍યાણપુર પોલીસને કરી છે.

કારની ઠોકરે પ્રૌઢનું અપમૃત્‍યુ

મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના મૂળ વતની અને હાલ ખંભાળિયા તાલુકાના સામોર ગામે રહેતા લખમણભાઈ નાયક મંગળવાર તા. ૩ ના રોજ તેમના જોટાણા ગામેથી સામોર ગામે પરત ફરી રહ્યા હતા. ત્‍યારે તેઓ બસમાંથી ઉતરીને રોડ ક્રોસ કરી રહ્યા હતા, ત્‍યારે આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી જી.જે. ૩૮ બી.જે. ૪૧૮૬ નંબરની ટાટા હેરિયર મોટરકારના ચાલકે તેમને અડફેટે લેતા તેમને ગંભીર રીતે ઈજાગ્રસ્‍ત હાલતમાં ઇમરજન્‍સી ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ મારફતે ખંભાળિયાની સરકારી હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા. જ્‍યાં ફરજ પરના તબીબોએ તેમને મળત જાહેર કર્યા હતા.

આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે મળતકના પુત્ર ખોડાભાઈ લખમણભાઈ નાયક (ઉ.વ. ૨૦, રહે. મૂળ જોટાણા, હાલ સામોર)ની ફરિયાદ પરથી ટાટા હેરિયર કારના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ અહીંના પી.એસ.આઈ. વી.આર. વસાવા દ્વારા હાથ ધરવામાં આવી છે.

સગાઈ થતી ન હોવાથી યુવાને જિંદગી ટૂંકાવી

ભાણવડ તાલુકાના મોટા ગુંદા ગામે રહેતા મીતભાઈ રમણીકભાઈ માણાવદરીયા નામના ૨૫ વર્ષના યુવાનની સગાઈ થતી ન હોય અને આ બાબતે તેમને ટેન્‍શન રહેતું હોવાથી તેમણે મંગળવાર તા. ૩ ના રોજ પોતાના રહેણાંક મકાનમાં પોતાના હાથે લોખંડની આડીમાં સુતરની દોરી વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્‍પ્રાણ દેહ સાંપળ્‍યો હતો. આ બનાવ અંગેની જાણ મળતકના પિતા રમણીકભાઈ છગનલાલ માણાવદરીયાએ ભાણવડ પોલીસને કરી છે.(૨.૭)

 

(10:45 AM IST)